Makeup કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહીં તો થશે નુકસાન
દરેક છોકરીને મેકઅપ લગાવીને જોરદાર તૈયાર થવાનો શોખ હોય છે. કદાચ અમુક છોકરીઓ કાજલ-લિપસ્ટિક ન લગાવે પણ તેને સામાન્ય શ્રૃંગાર કરવાનો શોખ તો હોય જ છે. મેકઅપ અને ફેશન એવી વસ્તુ છે જે દરેક છોકરીની ફેવરેટ છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક છોકરીને મેકઅપ લગાવીને જોરદાર તૈયાર થવાનો શોખ હોય છે. કદાચ અમુક છોકરીઓ કાજલ-લિપસ્ટિક ન લગાવે પણ તેને સામાન્ય શ્રૃંગાર કરવાનો શોખ તો હોય જ છે. મેકઅપ અને ફેશન એવી વસ્તુ છે જે દરેક છોકરીની ફેવરેટ છે. જો કે, મેકઅપ તમારી સુંદરતાને તો વધારે છે પણ સાથે સાથે તે સ્કીનમાં અનેક સમસ્યાને પણ પેદા કરે છે. આવું એટલા માટે થાય છે કે, મેકઅપ લગાવ્યા બાદ સ્કીન શ્વાસ નથી લઈ શકતી અને તેના પોર્સ બંધ થઈ જાય છે. આ જ કારણે જે છોકરી મેકઅપનો વધારે ઉપયોગ કરે છે તેમને પિમ્પલ અને બ્લેકહેડ જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે તમે મેકઅપ કરવાનું છોડી દો. મેકઅપ જરૂરથી કરો પણ તેની સાથે જોડાયેલી અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો જેથી સ્કીનમાં કોઈ સમસ્યા ન સર્જાય.
સ્કીન પર સીધો મેકઅપ લગાવો-
મેકઅપ પ્રોડક્સ અને પોતાની સ્કીન વચ્ચે એક સુરક્ષા પડનું હોવું ખૂબ જ જરૂરી છે. તે માટે મેકઅપ કરતાં પહેલાં સ્કીન પહેલાં પ્રાઈમર જરૂર લગાવો. પ્રાઈમર પ્રોડક્ટ અને સ્કીન વચ્ચે એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે. જેનાથી તમારી સ્કીન સાથે મેકઅપનો સીધો સંપર્ક થયો નથી.
મેકઅપ હટાવવાની સાચી રીત-
મેકઅપ હટાવતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમને મેકઅપ હટાવતી વખતે સખ્તી ન કરો. તેના માટે મેસેલર વોટર અથવા મેકઅપ રિમૂવર ક્રીમનો ઉપયોગ કરો. જેનાથી મેકઅપ સ્કીનને નુકસાન ન પહોંચાડે.
મેકઅપ લગાવીને ક્યારેય ન સુવો-
મેકઅપ હટાવ્યા વિના સુવાની ભૂલ ક્યારેય ન કરો. મેકઅપને હટાવો, તે પછી ચહેરાને બે વખત ફેશવોસથી ધોવો. તે બાદ ટોનર, મોઈશ્ચુરાઈઝર અને નાઈટ ક્રિમ લગાવીને સુવો.
મોઈશ્ચુરાઈઝર કરવું ખૂબ જરૂરી-
જો તમે રોજ મેકઅપનો ઉપયોગ કરો છો તો પ્રોડક્ટમાં રહેલા કેમિકલ તમારી સ્કીનને ડ્રાઈ અને બેજાન બનાવી દે છે. તેનાથી બચવા માટે જરૂરી છે મેકઅપ કાઢ્યા બાદ સ્કીન પર મોઈશ્ચુરાઈઝર કરવું.
મેકઅપ બ્રશને સાફ રાખો-
મેકઅપ બ્રશને સમય-સમય પર ધોઈને સાફ રાખવું ખૂબ જરૂરી છે. બ્રશ ન ધોવાથી તેના પર મેકઅપ લગાવવાથી ઈન્ફેક્શન થઈ શકે છે. એટલા માટે બ્રશને નિયમિત રૂપે સાફ કરવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે