નીતા અંબાણીની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ, જાણો મેકઅપ આર્ટિસ્ટનો કેટલો છે ચાર્જ?

Nita Ambani Personal Makeup Artist: 59 વર્ષની ઉંમરે પણ જ્યારે કોઈ કાર્યક્રમમાં કે એવેન્ટમાં નીતા અંબાણીની એન્ટ્રી થાય છે તો તે સેલિબ્રિટીને પણ ઝાંખા પાડે છે. કોઈપણ કાર્યક્રમ કે ઇવેન્ટ હોય નીતા અંબાણીની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હોય છે. નીતા અંબાણીની સુંદરતા પાછળ બોલીવુડના જાણીતા મેકઅપ આર્ટિસ્ટનો હાથ છે. 

નીતા અંબાણીની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ, જાણો મેકઅપ આર્ટિસ્ટનો કેટલો છે ચાર્જ?

Nita Ambani Personal Makeup Artist: મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ભારતની સફળ બિઝનેસ વુમન્સમાંથી એક છે. માત્ર બિઝનેસ માટે જ નહીં પરંતુ નીતા અંબાણી તેમના ડાન્સ, ફેશન અને સમાજસેવાના કાર્યો માટે પણ જાણીતા છે. નીતા અંબાણી ત્રણ બાળકોના માતા છે. પરંતુ 59 વર્ષની ઉંમરે પણ જ્યારે કોઈ કાર્યક્રમમાં કે એવેન્ટમાં નીતા અંબાણીની એન્ટ્રી થાય છે તો તે સેલિબ્રિટીને પણ ઝાંખા પાડે છે. કોઈપણ કાર્યક્રમ કે ઇવેન્ટ હોય નીતા અંબાણીની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હોય છે. નીતા અંબાણીની સુંદરતા પાછળ બોલીવુડના જાણીતા મેકઅપ આર્ટિસ્ટનો હાથ છે. નીતા અંબાણી આ મેકઅપ આર્ટિસ્ટ ઉપર દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. 

આ પણ વાંચો:

નીતા અંબાણીના મેકઅપની જવાબદારી મિકી કોન્ટ્રાક્ટરના હાથમાં છે. જોકે માત્ર નીતા અંબાણી જ નહીં પરંતુ મિકી અંબાણી પરિવારના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે. મિકી કોન્ટ્રાક્ટર ઈશા અંબાણી શ્લોકા મહેતાનો પણ મેકઅપ કરે છે. જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ અંબાણી પરિવાર તેના પર કરે છે.

મિકી કોન્ટ્રાક્ટર વર્ષો પહેલા ટોક્યો માં હેર ડ્રેસર તરીકે કામ કરતો હતો. તે સમયે તેની મુલાકાત બોલીવુડની સ્ટાર હેલન સાથે થઈ. હેલો ને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈન કરવાની સલાહ આપી. ત્યાર પછી મિકી કોન્ટ્રાક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ થયો અને આજે તે જાણીતો મેકઅપ આર્ટિસ્ટ છે.

 

મિકી કોન્ટ્રાક્ટર એક વ્યક્તિના મેકઅપ માટે 75 હજારથી એક લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. આજના સમયમાં મિકી કોન્ટ્રાક્ટર ઇન્ડસ્ટ્રીઝ નો સૌથી બીઝી મેકઅપ આર્ટિસ્ટ છે. તેવામાં કલ્પના કરી શકાય કે તેની એક મહિનાની આવક કેટલી હશે.

મિકી કોન્ટ્રાક્ટરના ક્લાઈન્ટની વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી પહેલા અંબાણી પરિવારની મહિલાઓના નામ આવે છે અને ત્યારબાદ એશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news