Painkiller ચમકાવી દેશે કપડા, Washing Machine માં કપડા ધોવા માટે આ રીતે કરો ઉપયોગ

Clothes Cleaning Tips: ઘણી કપડામાં ડાઘ પડી ગયા હોય તો મશીનમાં તે બરાબર સાફ થતા નથી. જો આવું તમારી સાથે પણ થતું હોય તો તમે પેનકિલરની મદદ લઈ શકો છો. આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ પેનકિલર વડે કપડાં પર લાગેલા ડાઘ દૂર કરી શકાય છે.

Painkiller ચમકાવી દેશે કપડા, Washing Machine માં કપડા ધોવા માટે આ રીતે કરો ઉપયોગ

Clothes Cleaning Tips: કપડા ધોવા એ રોજનું એક મહત્વપૂર્ણ કાર્ય છે. પહેલા આ કામ હાથથી થતું હતું પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી વોશિંગ મશીનનો ઉપયોગ કપડા ધોવા માટે કરવામાં આવે છે. તેનાથી ઓછી મહેનતે કામ થાય છે અને સમય પણ બચે છે. પરંતુ ઘણી કપડામાં ડાઘ પડી ગયા હોય તો મશીનમાં તે બરાબર સાફ થતા નથી. જો આવું તમારી સાથે પણ થતું હોય તો તમે પેનકિલરની મદદ લઈ શકો છો. 

આ પણ વાંચો:

પેન કિલરથી કપડાં સાફ થઈ જશે

દુખાવાથી છુટકારો મેળવવા માટે જે એસ્પિરિનનો ઉપયોગ કરવામાં આવે છે તે કપડા માટે પણ ડોક્ટર જેવું કામ કરે છે. આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ એસ્પિરિન વડે કપડાં પર લાગેલા ડાઘ દૂર કરી શકાય છે. કપડાં ધોતી વખતે વોશિંગ મશીનમાં એસ્પિરિનની કેટલીક ગોળીઓ મુકી દેવી જોઈએ. જો તમે તેને ક્રશ કરીને પાણીમાં મિક્સ કરી અને મશીનમાં પાણી સાથે ઉમેરી દો છો તો તે વધુ સારી અસર બતાવશે. અને કપડાં નવા જેવા ચમકશે.

જો તમે ઇચ્છો છો કે તે વધુ સારી રીતે અસર કરે તો  એક મોટા બાઉલમાં એસ્પિરિનની ગોળીઓ લઈ તેમાં પાણી મિક્સ કરો અને તેને ઓગાળી અને પછી પાવડર સાથે વોશિંગ મશીનમાં નાખી દો. પેનકિલરનો ઉપયોગ તમે હાથથી કપડા ધોતા હોય તો પણ કરી શકાય છે. તેના માટે કપડા પલાળો ત્યારે ડોલમાં ગોળીઓ અને ડીટરજન્ટ પાવડર મિક્સ કરી દેવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news