Washing machine News

વોશિંગ મશીન, ઇલેક્ટ્રીક સગડી અને ઘરવખરીની વસ્તું આપવાનું કહી બે યુવકોએ મહિલા સાથે...
શહેરમાં વૃદ્ધાનાં ધરે જઈ  તેઓનાં પતિનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનાં બહાને 1.85 લાખની છેતરપીંડી કરી ફરાર થઈ ગયેલા બે ઠગોને આણંદની એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આણંદ ટાઉન પોલીસ મથકને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ શહેરમાં વલ્લભવિદ્યાનગર રોડ પર રહેતા વૂદ્ધાનાં ધરે જઈ તેઓનાં પતિનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા અંગે વાતચીત કરી તેમજ પોતાની સાથે લાવેલા વોશિંગ મશીન ગેસની સગડી સહીતનો સામાન સરકાર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવી વૃદ્ધાને વિશ્વાસમાં લઈને સામાન સાથે પૈસા મુકી ફોટો પડાવીને સરકારમાં મોકલવાનાં બહાને બે અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધાને બેંકમાં લઈ જઈ તેણીનાં ચેક પર સહી કરાવીને બેંકમાંથી 1.85 લાખની રકમ ઉપાડીને વૃદ્ધાને ફરી તેણીનાં ધરે પરત લઈ જઈ સામાન સાથે પૈસાનો ફોટો પડાવવા માટે 1.85 લાખની રોકડ રકમ બન્ને શખ્સોએ પોતાની પાસે રાખી હતી. વૃદ્ધાને ચ્હા બનાવવા રસોડામાં મોકલીને બન્ને અજાણ્યા શખ્સો 1.85 લાખની રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
Dec 18,2021, 20:10 PM IST

Trending news