જો તમારા ઘરમાં મહિલાઓ સાડી પહેરતી હોય તો સાવધાન! આ ખતરનાક બીમારી વિશે ખાસ જાણો

ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કુલ કેન્સરના કેસમાંથી 1 ટકા કેસમાં સાડી કેન્સર મળી આવે છે. મેડિકલ ભાષામાં તેને Squamous cell carcinoma (SCC) કહે છે. ભારતમાં મુંબઈના આર એન કૂપર હોસ્પિટલમાં તેના પર રિસર્ચ પણ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં ધોતીને પણ સામેલ કરાઈ હતી. સાડી કેન્સરનું નામ બોમ્બે હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું હતું.

જો તમારા ઘરમાં મહિલાઓ સાડી પહેરતી હોય તો સાવધાન! આ ખતરનાક બીમારી વિશે ખાસ જાણો

પૂજા મક્કર, ઝી બ્યૂરો: સાડી એ તો ભારતીય નારીની ઓળખ છે. દેશના દરેક રાજ્યમાં સાડી પહેરવાની રીત પણ તમને અલગ અલગ જોવા મળશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાભરમાં પ્રખ્યાત એ સાડીનો પોષાક કેન્સરનું પણ કારણ બની શકે? જેને 'સાડી કેન્સર'ના નામથી હવે ઓળખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પણ એવા  કેટલાક કપડા છે જેને પહેરવામાં જો ગડબડી કરો તો કેન્સરનું કારણ બની શકે છે. 

ભારતમાં જોવા મળી રહ્યું છે આ કેન્સર
સાડી કેન્સર ફક્ત ભારતમાં જોવા મળે છે કારણ કે ભારતમાં જ સાડી સૌથી વધુ પહેરવામાં આવે છે. ભારતના અનેક ભાગોમાં મહિલાઓ વર્ષના 12 મહિના અને અઠવાડિયાના સાતેય દિવસ સાડી પહેરે છે. સાડી બાંધવા માટે કોટન ચણિયાને સૂતરના દોરાથી કમર પર કસવામાં આવે છે. દિલ્હીના PSRI હોસ્પિટલના કેન્સર સર્જન ડો. વિવેક ગુપ્તાના જણાવ્યાં મુજબ જો આ પોષાક કોઈ મહિલા લાંબા સમય સુધી પહેરે તો તેન કમર પર તે ઘસાવા લાગે છે. જેને કારણે ત્યાંની ત્વચા છોલાઈ જાય છે અને કાળી પડવા લાગે છે. વારંવાર છોલાવવા અને રિપેર કરવાના આ ચક્રમાં જ કેન્સરની શરૂઆત થઈ શકે છે. સાડી કેન્સર થવામાં ડ્રેસ કરતા વધુ વધુ સફાઈ જવાબદાર છે. એવા વિસ્તારો કે જ્યાં ગરમી અને ભેજ વધુ હોય ત્યાં આ કેન્સર થવાનું જોખમ વધુ રહે છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ બિહાર અને ઝારખંડથી હાલ આ પ્રકારના કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. 

શું કહે છે રિસર્ચ
ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કુલ કેન્સરના કેસમાંથી 1 ટકા કેસમાં સાડી કેન્સર મળી આવે છે. મેડિકલ ભાષામાં તેને Squamous cell carcinoma (SCC) કહે છે. ભારતમાં મુંબઈના આર એન કૂપર હોસ્પિટલમાં તેના પર રિસર્ચ પણ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં ધોતીને પણ સામેલ કરાઈ હતી. સાડી કેન્સરનું નામ બોમ્બે હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું હતું. જ્યારે ત્યાં એક કેસ આવ્યો જેમાં 68 વર્ષની એક મહિલામાં સાડી કેન્સર જોવા મળ્યું. આ મહિલા 13 વર્ષની ઉંમરથી સાડી પહેરતી હતી. 

કાંગડી કેન્સર
એ જ પ્રકારે કાશ્મીરમાં કાંગડી કેન્સર નામનું સ્કીન કેન્સર થાય છે. ખુબ જ ઠંડીના દિવસોમાં ત્યાંના પુરુષો અને મહિલાઓ માટીના વાસણમાં અંગીઠી જેવી આગને પોતાના કપડાની અંદર લઈને બેસે છે જેથી કરીને તેમને ગરમાવો મળે. પરંતુ પેટ અને જાંઘોને સતત મળી રહેલી આ ગરમી કેન્સરનું કારણ બની શકે છે. 

ટેસ્ટીકુલર કેન્સર
પુરુષોમાં ખુબ જ ટાઈટ ફિટિંગવાળા જીન્સને કેન્સર માટે જવાબદાર ગણવામાં આવ્યા છે. રિસર્ચ મુજબ જીન્સ પુરુષોના નીચલા ભાગમાં તાપમાન વધારે છે. જેનાથી સ્પર્મ કાઉન્ટ પણ ઓછા થાય છે અને ટેસ્ટીકુલર કેન્સર (અંડાશયનું કેન્સર) થઈ શકે છે. જો કે આ રિસર્ચનું ઠોસ પરિણામ આવવાનું હજુ બાકી છે. 

હવે સવાલ એ છે કે કેટલું ફિટિંગવાળું જીન્સ ટાઈટ ગણવામાં આવે...

  • જો ત્વચા પર નિશાન પડતા હોય
  • ફિટ હોવાના કારણે સ્કીન લાલ પડતી હોય
  • શ્વાસ લેવામાં તકલીફ થતી હોય
  • સ્કીન છોલાવવા લાગે

તો માની લેવું કે આવા કપડાં એકદમ ટાઈટ  છે. 

ખાસ કરીને સતત જો કોઈ ટાઈટ કપડા પહેરતા હોય તો તેણે સાવધાની વર્તવાની જરૂર છે. ઈનરવિયર જેમ કે બ્રા, અંડરવિયર, જો ખુબ જ ટાઈટ હોય તો જરૂર ધ્યાન આપો. મહિનામાં એકાદવાર ફેશનના નામે પર આવો  ખતરો લેવાનું જોખમ લેવાય. જીમ માટે પહેરાતા ટાઈટ કપડાં પણ પરેશાની આપી શકે છે. પરંતુ તે કપડાં મર્યાદિત સમય માટે પહેરવામાં આવે છે આથી તેમાં મુશ્કેલીઓ ઓછી થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news