Rajkot Fire Tragedy : ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક : 28 લોકોને ભરખી જનાર અગ્નિકાંડમાં શનિવારે સાંજે 5.37 થી લઈને અત્યાર સુધીની શું શું બન્યું

Rajkot Fire Tragedy : રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં આગ લાગતાં 9 બાળકો સહિત 28 લોકોનાં મોત... તો 1 વ્યક્તિ હજુ પણ લાપતા... સળગી ગયેલા મૃતદેહોને ઓળખવા DNA ટેસ્ટ કરાશે

Rajkot Fire Tragedy : ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક : 28 લોકોને ભરખી જનાર અગ્નિકાંડમાં શનિવારે સાંજે 5.37 થી લઈને અત્યાર સુધીની શું શું બન્યું

Rajkot Gamezone Fire Updates : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડે ફરી એકવાર ગુજરાતની ધ્રૂજાવી દીધું છે. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. પરંતુ દુખ એ બાબતનું છે કે, આ માનવસર્જિત દુર્ઘટના છે. આ મોત નથી હત્યા છે. રાજકોટની આગ કરુણાંતિકામાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા છે. શનિવારની સાંજે પરિવાર સાથે મોજમસ્તી કરતા લોકોને ખબર નથી કે આ મોતની ગેમ છે. પરંતુ ગુજરાતમાં બેજવાબદારી 28 માસુમ લોકોના મોતનું કારણ બની છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ છે. ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર રેસિંગ માટે 800 થી વધુ ટાયરો રાખ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકો ત્યાં ઉપસ્થિત હોવાનું પણ સામે આવ્યું છે. 300 જેટલા લોકો ગેમ ઝોનમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ બાદ સ્થિતિ એવી છે કે, મૃતકોની ઓળખ કરવા માટે DNA કરવા પડશે. સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાય, DNA મેચ થશે તો મૃતદેહ સોંપવામાં આવશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. 

4 વર્ષ થી TRP ગેમ ઝોન ધમધમતો હતો...
TRP ગેમ ઝોન અને પ્રશાસનની બેદરકારીને લઇ ZEE 24 કલાક પાસે મોટો ઘટસ્ફોટ થયો છે. TRP ગેમ ઝોનમાં ફાયર સેફટીને લઈ પ્રશાસન ઊંઘતું ઝડપાયું છે. 13 ડિસેમ્બર 2023 ના ગુજરાત સરકારના ગેઝેટની અવગણના કરાતી સ્પષ્ટ દેખાઈ. એસએમ્બલી પરમનન્ટ સ્ટ્રાક્ચર કેટેગરીમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને રીક્રિએશનલ સેન્ટરમાં ફાયર સેફટી કેવી હોવી જોઈએ તેની સ્પષ્ટતા કરાઈ છે. ગેઝેટ આવ્યાના પાંચ મહિના બાદ પણ ગેમ ઝોનમાં કેમ ફાયર સેફટીનું કામ પૂર્ણ કરવામાં ન આવ્યું. ફાયર સેફટીનું કામ પૂર્ણ ન થયું અને NOC ન મળી તેમ છતાં ગેમ ઝોન કાર્યરત રાખતા પ્રશાસને કેમ પગલા ન લીધા. ગેજેટમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને રીક્રિએશનલ સેન્ટરની હાઈટ પ્રમાણે ફાયર સેફટીની સુવિધા કેવી રીતે ઉભી કરવી તેની સ્પષ્ટતા છતાં કેમ પ્રસાસને ગેઝેટ નું પાલન ન કરાવ્યું? કોના આશીર્વાદે ગેઝેટનું પાલન ન કરાવવામાં આવ્યું? શું આ પાછળ પ્રશાસનનું મોટુ ભ્રષ્ટાચાર છે?

ઘટનાની ટાઈમલાઈન
તારીખ 25 મે, શનિવાર

* 5:37PM: ગેમઝોનમાં આગજનીનો બનાવ
* 5:38PM: આગના કારણે નાસભાગ મચી 
* 5:45PM: ફાયર બ્રિગેડને કોલ મળ્યો
* 5:50PM: ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળ પર પહોંચ્યા
* 5:55PM: આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કર્યું
* 6:00PM: ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ
* 06:01PM: ઇજાગ્રસ્ત લોકો અને મૃતકોની લાશને બહાર કાઢવાની શરૂ કરાયું
* 6:20PM : કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા
* 7:15 PM : આગમાં ચારના મોતની ખબર સામે આવી
* 7:20 PM : બે મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
* 7:22 PM : આખું ગેમઝોન બળીને ભસ્મીભૂત
* 7:29 PM : સિવિલ હોસ્પિટલ 4 મૃતદેહ પહોંચ્યા
* 7:32 PM : ચીફ ફાયર ઓફિસરે 6 લોકોના મોતની પૃષ્ટી થઇ
* 7:47 PM : ભયાનક આગમાં 8ના મોત
* 7:55PM : આગમાં હોમાયેલા 8 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
* 8:05PM : 17 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
* 8:15 PM : સિવિલ હોસ્પિટલમાં દોડધામ વધી
* 8:25 PM : સિવિલ હોસ્પિટલમાં 20 મૃતદેહ આવ્યા
* 10:30 PM: 25 મૃતદેહોને હોસ્પિટલ PM અર્થે ખસેડાયા 
*  11:15 PM  : સિવિલ હોસ્પિટલમાં 28 મૃતદેહ આવ્યા 

તારીખ 26 મે, રવિવાર
2:38 AM  : ઘટના સ્થળે ગૃહમંત્રી રાજકોટ પહોંચ્યા 
3:15 AM  : કલેક્ટર ઓફિસ ખાતે પદ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક 
4:00 AM : જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક

રાજકોટના એક જ પરિવારના 4 સભ્યો લાપતા
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં 28 નિર્દોષ લોકોનાં મોત નિપજ્યા છે. વહીવટી તંત્ર, ફાયર વિભાગ અને પોલીસના પાપે આગકાંડ સર્જાયો છે. ભ્રષ્ટ તંત્રના પાપે રાજકોટમાં ફરીથી વડોદરા બોટકાંડ, મોરબી હોનારત, સુરત તક્ષશિલા આગકાંડ જેવી હોનારત બની છે. રાજકોટના એક પરિવારના 4 સભ્યો લાપતા હોવાથી તેમના સ્વજનોનું આક્રંદ ત્યાં હાજર સૌ કોઈ માટે રડાવી દે તેવુ હતું. 28 માંથી એક પણ મૃતદેહની ઓળખ ન થઈ શકી તે હદે સળગ્યા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

 

10 લોકની અટકાયત
આગકાંડ બાદ જે તંત્રએ મંજૂરી આપી તેમની સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. શહેર SOG પોલીસે 5 લોકોની અટકાયત કરી છે. ગેમઝોના માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક તેમજ નીતિન જૈન સહીત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. 

હજી પણ અનેક લોકો લાપતા 
પોલીસ હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવી રહી છે. ટીઆરપી ગેમ ઝોનમાં કુલ 35 થી 40 લોકો કામ કરતા હતા તે પૈકી કેટલા લોકો લાપતા છે. તેની પણ યાદી બનાવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગેમઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલુ હતું જેમાં સ્પાર્ક થવાના કારણે આગકાંડ સર્જાયો હોવાની વાત સામે આવી રહી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

 

વેરાવળનો પરિવાર લાપતા
ગીર સોમનાથ વેરાવળના વિવેક દુસારા લાપતા બન્યો છે. વિવેક દુસરાના પત્ની અને સાળી સાથે TRP ગેમઝોનમાં ગયા હતા. વિવેક દુસારાના હજી ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા હતા. વિવેક દુસારા વેકેશન હોવાથી રાજકોટમાં આવ્યા હતા  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news