Phone Blue Light: ફોનમાંથી નીકળી બ્લુ લાઈટ આંખને જ નહીં ત્વચાને પણ કરે છે ગંભીર નુકસાન

Phone Blue Light: દિવસના કલાકો ફોન પર પસાર થાય છે. સતત સ્માર્ટફોનનો ઉપયોગ આંખ અને મગજને તો નુકસાન કરે જ છે પરંતુ શું તમને ખબર છે સ્માર્ટફોનમાંથી નીકળતી બ્લુ લાઈટ ત્વચાને પણ ડેમેજ કરે છે?

Phone Blue Light: ફોનમાંથી નીકળી બ્લુ લાઈટ આંખને જ નહીં ત્વચાને પણ કરે છે ગંભીર નુકસાન

Phone Blue Light: આજે સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આખો દિવસ લોકો ફોનનો ઉપયોગ કરે છે. પછી તે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા માટે થતો હોય, મેસેજ કરવા માટે, વાતચીત કરવા માટે કે પછી કોઈ કામ કરવું હોય.. દિવસના કલાકો ફોન પર પસાર થાય છે. સતત સ્માર્ટફોનનો ઉપયોગ આંખ અને મગજને તો નુકસાન કરે જ છે પરંતુ શું તમને ખબર છે સ્માર્ટફોનમાંથી નીકળતી બ્લુ લાઈટ ત્વચાને પણ ડેમેજ કરે છે?

આ બ્લુ લાઈટ ફક્ત ફોનમાંથી જ નહીં પરંતુ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતી હોય છે. જેમકે સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને કોમ્પ્યુટર પણ. આ પ્રકાશ આંખ માટે હાનિકારક હોય છે. તેનાથી આંખમાં સોજા, થાક અને નંબર વધવા જેવી સમસ્યા થાય છે. પરંતુ એક સંશોધનમાં સામે આવ્યું છે કે આ બ્લુ લાઈટ આંખ જ નહીં ત્વચાને પણ ડેમેજ કરે છે. 

સ્માર્ટફોનની લાઈટ ચહેરા પર કરચલીઓ, ફાઈન લાઈન્સ, પિગમેંટેશન વધારી શકે છે. તેનાથી ત્વચામાં સોજા પણ આવી શકે છે. ત્વચાની જે સમસ્યાઓથી બચવા લોકો પ્રયત્ન કરતા હોય છે તે બધી જ સમસ્યા તેમને સ્માર્ટફોન આપે છે. 

ત્વચાના પ્રોટેકશન માટે શું કરવું?

- સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ ઘટાડો
- ફોનને નાઈટ મોડમાં રાખો જેથી તેમાંથી બ્લુ લાઈટ ઓછી નીકળે
- સનસ્ક્રીન નિયમિત લગાવો. 
- પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જેથી ત્વચા હાઈડ્રેટેડ રહે. 
- ત્વચાની સંભાળ માટે સારા પ્રોડક્ટનો ઉપયોગ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news