જો બાળકને લાગી જાય 'ડિજીટલ લત' ? વાંચી લો ખાસ કામ આવશે

તમારા બાળકને ફોન કે ટેબલેટ સાથે ચોંટી રહેવાની આદત હોય તો તમારે સચેત થઈ જવાની જરૂર છે

Updated By: Mar 11, 2019, 02:25 PM IST
જો બાળકને લાગી જાય 'ડિજીટલ લત' ? વાંચી લો ખાસ કામ આવશે

નવી દિલ્હી : જો તમે એવા માતા-પિતા છો જો નાના બાળકોને ભોજન કરાવતી વખતે કે તેમને વ્યસ્ત રાખવા માટે હાથમાં સ્માર્ટફોન આપી દો છો તો સાવધાન થઈ જાઓ કારણ કે આ આદત તેમને આળસુ બનાવી શકે છે. નાની વયમાં આ આદત ડિજીટલ એડિક્શન તરફ ધકેલી શકે છે. અમેરિકન એકેડમી ઓફ પિડિયાટ્રીક પ્રમાણે 18 મહિનાથી નાની વયના બાળકો માટે માત્ર 15-20 મિનિટનો સ્કિન ટાઇમ જ યોગ્ય છે. 

નિષ્ણાંતોનું માનવું છે કે વ્યસ્ત શેડ્યૂલઅને નાના બાળકોની સુરક્ષા પ્રત્યે વધારે પડતા જાગૃત માતા-પિતા તેમને રમવા માટે બહાર મોકલવાને બદલે તેમને નાની વયમાં જ ડિજીટલ સ્ક્રિનની લત લગાવી દે છે.  જોકે આના કારણે તેમના સર્વાગી વિકાસમાં બાધા ઉભી થાય છે. તેમની આંખની રોશની ખરાબ થઈ શકે છે અને તેઓ બાળપણમાં જ સ્થુળતાનો ભોગ બની શકે છે. આ કુટેવ ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશન અને હાઇ કોલેસ્ટ્રેરોલનું કારણ બની શકે છે. 

મેક્સ હેલ્થકેર, ગુરુગ્રામની મનોવિશેષજ્ઞ સૌમ્યા મુદ્દલે જણાવ્યું છે કે રમકડાં નાના બાળકોના મગજમાં વિઝ્યુલ જ્ઞાન અને સ્પર્શનું જ્ઞાન વધારે છે. વધારે સ્ક્રીન સમય બાળકોમાં આળસનું પ્રમાણ વધારીને નિયમિતતા તેમજ ક્ષમતા ઘટાડે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞની સલાહ પ્રમાણે બાળકો માટે સ્ક્રીન પર સામાન્ય સમય પસાર કરવાની યોગ્ય વય 11 વર્ષ છે. 

બ્રિટનના ઓનલાઇન ટ્રેડ ઇન આઉટલેટ મ્યુઝિક મૈગપાઈના દાવા પ્રમાણે છ વર્ષ કે તેનાથી નાની વયના 25 ટકા બાળકો પાસે પોતાનો મોબાઇલ ફોન છે અને એમાંથી 50 ટકા બાળક રોજના ત્રણ કલાક સ્માર્ટફોન પર પસાર કરે છે. આ દરમિયાન તેઓ સ્ક્રીન પર ગેમ્સ રમે છે અને વીડિયો જુઓ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ડિજીટલ લતથી દૂર રાખવા માટે માતા-પિતાએ બાળકોને ડિજીટલ લત ન લાગી જાય એ માટે પોતે પણ અમુક નિયમો પાળવા જોઈએ કારણ કે બાળકો એવું જ શીખે છે જેવું જુએ છે. આ સંજોગોમાં માતા-પિતાએ ઉદાહરણરૂપ વર્તન કરવું જોઈએ.