INDvsAUS: 143 રન ફટકારનાર ધવન બોલ્યો, ટીકાઓની ચિંતા નથી, મારી દુનિયામાં જીવું છું
શિખર ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવારે મોહાલીમાં રમાયેલી ચોથી વનડેમાં કરિયરની સર્વશ્રેષ્ઠ 143 રનની ઈનિંગ રમી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ શિખર ધવનના આલોચકો જ્યારે તેના પર હાવી થવા લાગે છે, તો આ સ્ટાર બેટ્સમેન શાનદાર રીતે વાપસી કરે છે. તેણે કહ્યું કે, ખરાર સમય દરમિયાન થઈ રહેલી આલોચનાને વધુ મહત્વ ન આપીને તે મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં સફળ રહે છે.
છેલ્લા છ મહિનાથી આંતરરાષ્ટ્રીય સદી ફટકારવામાં અસફળ રહ્યો ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવારે મોહાલીમાં રમાયેલી ચોથી વનડેમાં કરિયરની સર્વશ્રેષ્ઠ 143 રનની ઈનિંગ રમી પરંતુ ભારતને જીત અપાવી શક્યો નથી.
ધવનને જ્યારે તે પૂછવામાં આવ્યું કે, ટિક્કા પર તે શું પ્રતિક્રિયા આપે છે, તો તેણે કહ્યું કે, પોતાની દુનિયામાં જીતવાથી તેને માનસિક રૂપથી શાંત રહેવામાં મદદ મળે છે.
ધવને ભારતની ચાર વિકેટથી હાર બાદ કહ્યું, સૌથી પહેલા તો હું અખબાર વાંચતો નથી અને હું તેવી સૂચના નથી લેતો જે હું લેવા ઈચ્છતો નથી. તેથી મને ખ્યાલ હોય છે કે મારી આસપાસ શું થઈ રહ્યું છે અને હું મારી દુનિયામાં જીવુ છું. તેથી હું નિર્ણય કરુ છું કે, મારા વિચારો કઈ દિશામાં જશે.
આ ડાબોડી બેટ્સમેને કહ્યું, હું મારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ત્યારે કરુ છું, જ્યારે ધૈર્ય યથાવત રહે છે. દુખી અને પરેશાન હોવાનો કોઈ અર્થ નથી.
તેણે કહ્યું, જ્યારે મને પીડા અનુભવાય છે તો હું ઝડપથી આગળ વધી જાવ છું અને મને નથી ખ્યાલ કે લોકો શું લખી રહ્યાં છે. હું નક્કી કરુ છું કે હું સકારાત્મક રહું અને મારી પ્રક્રિયા પર આગળ વધતો રહું.
આ પ્રક્રિયા વિશે પૂછવા પર ધવને કહ્યું, જ્યારે હું મારી જાત સાથે વાત કરુ છું તે હું તે નક્કી કરવાનો પ્રયત્ન કરુ છું કે, નકારાત્મક વિચારો રોકી શકું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે