ધૂળમાં આળોટીને મોટા થયેલાં બાળકોથી દૂર રહે છે બીમારી! જાણો શું છે કારણ

પહેલાના સમયમાં મોકળા મેદાનમાં ધૂળમાં આળોટી બાળપણ સોળે કળાએ ખીલતું હતું. પણ આજે મેદાન ઘટી ગયા છે અને આઉટડોર રમતોનું મહત્વ પણ. પરંતુ આ  વલણ બાળકો માટે ખુબ જ નુકસાન કારક સાબિત થઈ રહ્યું છે. બાળકોના ઉછેર માટે જેટલું મહત્વ સારા સંસ્કાર આપવાનું છે એટલું મહત્વ બાળ રમતોનું પણ છે. કોંક્રિટના જંગલોમાં ઉંચી ઈમારતો વચ્ચે આજે બાળકો એ આઉટડોર રમતોથી દૂર થઈ રહ્યા છે. ના મેદાન મળે ના તો કોઈ રમવા  માટે સાથીદાર મળે.

ધૂળમાં આળોટીને મોટા થયેલાં બાળકોથી દૂર રહે છે બીમારી! જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ પહેલાના સમયમાં મોકળા મેદાનમાં ધૂળમાં આળોટી બાળપણ સોળે કળાએ ખીલતું હતું. પણ આજે મેદાન ઘટી ગયા છે અને આઉટડોર રમતોનું મહત્વ પણ. પરંતુ આ વલણ બાળકો માટે ખુબ જ નુકસાન કારક સાબિત થઈ રહ્યું છે. બાળકોના ઉછેર માટે જેટલું મહત્વ સારા સંસ્કાર આપવાનું છે એટલું મહત્વ બાળ રમતોનું પણ છે. કોંક્રિટના જંગલોમાં ઉંચી ઈમારતો વચ્ચે આજે બાળકો એ આઉટડોર રમતોથી દૂર થઈ રહ્યા છે. ના મેદાન મળે ના તો કોઈ રમવા  માટે સાથીદાર મળે.

બાળકો ટીવીની સામે અને મોબાઈલના આકર્ષમાં કેદ થઈને રહી ગયા છે. જેની તેમના પર અવળી અસર વર્તાઈ રહી છે. આપણે બાળકોને સારા આહર, સંસ્કાર લાડકોડથી ઉછેરીએ છીએ. રમવા-જમવાની સાથે તમામ પ્રકારની કાળજી લેતા હોઈએ છીએ. પહેલા આવી કોઇ કાળજી ન લેવામાં નહોંતી આવતી. ત્યારે બાળકો તડકો, ટાઢ, ધૂળ, વરસાદ જેવી તમામ સીઝનમાં મોજથી હસતા-કૂદતાં-ખેલતા અને રમતા હતા. જેથી બાળકોને તમામ સ્થિતિનો સામનો કરતા શીખી જતા હતા. અલગ અલગ પ્રકારની સ્થિતિ મુજબ શરીરને ઢાળવામાં બાળકો સક્ષમ બની જતા હતા. ધૂળ-માટીમાં રમવાથી બાળકને ખુબ જ ફાયદા થતા હતા.  

ધૂળ બાળકો માટે છે આશીર્વાદ-
આજના સમયમાં આપણે બાળકોને ધૂળમાં રવાથી રોકીએ છીએ. પરંતુ શું તમે એ વાત જાણો છો કે ધૂળમાં રહેતા બેક્ટેરિયા બાળકો માટે ખુબ ફાયદાકારક હોય છે. એક અભ્યાસ મુજબ ધૂળ કે માટીમાં રમવું બાળકો માટે જોખમવાળું નથી. સારા વાતાવરણમાં કુદરતીના ખોળે ખૂલ્લામાં, શેરીમાં કે મેદાનમાં બાળકો રમે તો તેના  માટે સારુ રહે છે. ધૂળના બેક્ટેરીયા એલર્જી કે અસ્થમા કે ખોરાકની એલર્જીમાં રક્ષણ આપે છે.

ધૂળમાં રમવાથી દૂર ભાગે છે બીમારી-
ગંદકી કે કાદવ કીચડમાં રમવાથી ચોક્કસપણે બાળકને રોકવા જોઈએ. પરંતુ ધૂળમાં રમવું બાળકો માટે આશીર્વાદરૂપ છે. માટીમાં ના રમતા બાળકોમાં શરદી, ઉધરસ, તાવ, ડાયેરિયા કે પેટના દુ:ખાવાની વધુ ફરિયાદ હોય છે. આજના સમયમાં બાળકે જેવું બહાર રમવા  જાય તો આપણે તેને તરત ઘરમાં પુરી દઈએ છીએ. પરંતુ આવું કરવું એ બાળકો માટે હાનિકારક હોવાનું વૈજ્ઞાનિકો પણ કરી ચૂક્યા છે. બહાર રમવું અને અન્ય બાળકો સાથે ધીંગામસ્તી કરવી એ બાળપણના વિકાસ માટે ખુબ જરૂરી છે.

જૂના રિવાજોમાં જોડાયેલા છે વૈજ્ઞાનિક તારણો-
અગાઉ બાળકો ઝાર પર ચડતા, સાઈકલમાં તો જેટલા સમાય તેટલાને બેસાડીને દોડાવતા હતા અને ધૂળમાં ગમ્મત કરતા હતા હતા. આ ધૂળ અને માટીના બેક્ટેરિયાથી બાળકોના શરીરને ખુબ ફાયદા થતા હતા. આપણી જૂની સિસ્ટમ-રિવાજ વગેરે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધારો સાથે જોડાયેલા હતા. બાળકોને કુદરતના ખોળે મુક્ત વાતાવરણમાં રમવા દો, ખીલવા દો જેનાથી ફાયદો થતો હતો. પહેલાં જ્યારે પડવાથી કંઈ વાગી જતું તો ઝીણી ધૂળ લગાડી દેવામાં આવી હતી. અને માતા-પિતા પણ ચિંતા છોડીના બાળકોના વિકાસ માટે તેમને ધૂળમાં રમવા જવા દેતા હતા.

આજે બદલાઈ ગઈ છે બાળપણની રમતો-
પહેલા ધૂળ-માટીમાં બાળકો આઉડડોર રમતો રમતા હતા. આપણે પણ બધા ધૂળમાં આળોટીની મોટા થયા છીએ. પરંતુ આજના હાઈટેક યુગમાં માતા-પિતા સતત બાળકને બહાર રમવા ના જવા ટોક્યા કરે છે. જેથી બાળકનો સર્વાંગી વિકાસ અટકે છે. ધૂળમાં રવાથી બાળકોની ઈમ્યુનિટી શક્તિ વધતી હતી. પરંતુ આજે કેમેરા સામે કેદ થયેલા બાળકોની ઈમ્યુનિટી શક્તિ ખુબ નબળી જોવા મળે છે.

ધૂળમાં રમીને બાળકો પ્રકૃતિને ઓળખતા હતા-
પ્રકૃતિ સાથેના લગાવનું શિક્ષણ માટીમાં રમવાથી જ બાળકોને મળે છે. વૃક્ષો, તળાવો, જંગલો જેવા વિવિધ પ્રકૃતિના સ્થળો વિશે જાણવા મળે છે. ધૂળ-માટીમાં રમતા બાળકોથી નાની બીમારીઓ દૂર રહે છે. પહેલાં તો બાળકોની સાથે માતા-પિતા પણ બાળકો સાથે રમતા હતા. પરંતુ આજના આધુનિક યુગમાં કોઈની પાસે સમય નથી. બાળક બહાર રમવા જશે તો બીમાર પડશે તેવો માતા-પિતામાં ખોટો ભ્રમ ઘર કરી ગયો છે. પરંતુ બાળકોમાં રચનાત્મ શક્તિ વધે તેના માટે મનોવિજ્ઞાન પણ ખુલ્લામાં રમવા  માટે તરફેણ કરે છે.

ચામની માટે માટી છે ગુણકારી-
મેદાન કે ધૂળ-માટીમાં બાળક રમે તો ઘણા ફાયદા થાય છે. જો બાળકોને રમવાથી અટકાવશો તો બીમારીના શિકાર બનશે.  માટીમાં રમવાથી ચામડીના છીદ્રો ખૂલ્લી જાય છે અને તેનાથી આખા શરીરમાં રક્તનો સંચાર સારી રીતે થાય છે. દરેક મા-બાપે બાળકોને મેદાન કે પાર્કમાં દરરોજ માટીમાં રમવા માટે જવા દેવા જોઈએ. માટીમાં રમતાં-રમતાં જ બાળકોની રચનાત્મક શક્તિ ખિલે છે. સાથે જ માટી-ધૂળમાં બાળકના રમવાથી તેના શરીરમાં સારા બેક્ટેરીયાનો વિકાસ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news