Kidney Stone: આ 7 આદતોથી કિડનીમાં વધી જાય છે પથરીની જોખમ! ભૂલથી પણ કરશો નહી આ ભૂલ

ક્યારેક ક્યારે કેટલી ટેવોના લીધે કિડનીમાં આ વેસ્ટ પદાર્થ જામવા લાગે છે. જે ધીમે ધીમે કઠોર થવા લાગે છે અને પથરીના રૂપમાં લઇ લે છે. કિડનીની પથરી ખૂબ દર્દનાક હોઇ શકે છે. એવામાં આવો અમે તમને જણાવીએ કે તેનાથી બચવા માટે કઇ કઇ આદતો સુધારવી જોઇએ. 

Kidney Stone: આ 7 આદતોથી કિડનીમાં વધી જાય છે પથરીની જોખમ! ભૂલથી પણ કરશો નહી આ ભૂલ

Kidney Stones: કિડની આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે, આ લોહીને સાફ કરીને શરીરના વેસ્ટ પદાર્થને બહાર નિકાળે છે. પરંતુ ક્યારેક ક્યારેક કેટલી આદતોના લીધે કિડનીમાં આ વેસટ પદાર્થ જમા થવા લાગે છે જે ધીમે ધીમે કઠોર થવા લાગે છે અને પથરીનું રૂપ લઇ લે છે. કિડનીની પથરી ખૂબ દર્દનાક બની શકે છે. એવામાં આવો જાણીએ કે તેનાથી બચવા માટે કઇ આદતોમાં સુધારો કરવો જોઇએ. 

કિડની સ્ટોન કીનિક ડોટ ઇન અનુસાર કેટલીક આદતો છે જે કિડનીમાં પથરીના જોખમને વધારે છે. જેના વિશે તમારે પણ જાણવું જોઇએ. 

1. પાણી ઓછું પીવું
શરીરમાં પાણીની અછતને કારણે પેશાબ જાડો થઈ જાય છે, જેનાથી પથરી બનવાનું જોખમ વધી જાય છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે ઓછું પાણી પીવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે. તેથી દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી પીવાની શ્રેષ્ઠ રીત એ છે કે આખા દિવસ દરમિયાન થોડી-થોડી માત્રામાં વારંવાર પાણી પીવું.

2. કેલ્શિયમનું ઓછું સેવન
કેલ્શિયમની ઉણપથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે. શરીરમાં કેલ્શિયમની અછતને કારણે, કિડનીમાં પથરી બનવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તેથી, નિષ્ણાતોથી લઈને આહારશાસ્ત્રીઓ સુધી દરેક વ્યક્તિ સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે, જેના કારણે શરીરને તમામ પોષક તત્વો સરળતાથી મળી રહે છે.

3. વધુ પડતું સોડિયમનું સેવન
સોડિયમનું વધુ પડતું સેવન કિડનીને પેશાબ દ્વારા વધારાનું કેલ્શિયમ બહાર કાઢવા દબાણ કરે છે. આ વધારાનું કેલ્શિયમ પથરીનું સ્વરૂપ લઈ શકે છે. તેથી તમારા ભોજનમાં મીઠાનું પ્રમાણ સંતુલિત રાખો.

4. વધુ માત્રામાં માંસાહારનું ભોઅજ
માંસ, ઈંડા, માછલી વગેરે પ્રોટીનના સારા સ્ત્રોત છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કિડનીમાં પથરીનું જોખમ પણ વધારી શકે છે. ખરેખર, વધારે પ્રોટીન શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે, જે પથરીનું મુખ્ય કારણ છે.

5. વધુ માત્રામાં ઓક્સલેટયુક્ત ફૂડ  પ્રોડક્ટ ભોજન
પાલક, બીટ, ચોકલેટ અને કાજૂ વગેરે ઓક્સાલેટ નામના તત્વો મળી આવે છે. વધુ માત્રામાં ઓક્સાલેટનું સેવન યૂરિનમાં કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ બનાવી શકે છે. જે આગળ જઇને પથરીનું રૂપ લઇ લે છે. એટલા માટે આ શાકભાજીઓને સીમિત માત્રામાં ખાવું જોઇએ. 

6 મેદસ્વીતા
વધુ વજન અથવા મોટાપો પણ કિડનીમાં પથરીનો ખતરો વધી શકે છે. મોટાપાથી શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી શકે છે. સાથે જ બ્લડ શુગર લેવલ પણ વધી જાય છે. જે કિડનીના સ્વાસ્થ્યને ઠીક નથી. 

7 બીજવાળા ફૂડ પ્રોડક્ટ
એક્સપર્ટના અનુસાર બીજવાળા ફૂડ પ્રોડક્ટ વધુ ખાવાથી કિડનીની સ્વાસ્થ્ય પર અસર પડે છે. રીંગણા, ટામેટા જેવી શાકભાજીમાં ઓક્સાલેટની માત્રા વધુ હોય છે. એવામાં જો કોઇ સમસ્યા નથી તેમછતાં પણ આ શાકભાજીઓને લિમિટમાં ખાવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news