Hairstyle: લાંબા, કાળા અને ઘટાદાર વાળ ઈચ્છો છો, તો અપનાવો આ TIPS
વાળને મૂળથી મજબૂત કરવા માટેના અનેક ઉપાયો છે. ત્યારે આજે અમે જણાવીશું વાળને મજબૂત, કાળા અને લાંબા બનાવવા માટે શું કરવાની આવશ્યકતા છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા અને સિલ્કી વાળા કોને ન ગમે. દરેક યુવતીની એવી ઈચ્છા હોય છે તેના વાળ ઘટાદાર અને લાંબા બને. એવા વાળ માટે આપણે સૌ કોઈ લલચાતા હોઈએ છીએ. જો કે, એવા જ લાંબા અને ઘટાદાર વાળ કરવા આપણેને અસંભવત લાગે છે. જો તમારે લાંબા, કાળા અને સિલ્કી વાળ કરવા હોય તો તે માટે ખાસ ટિપ્સ અપનાવવી પડશે. જેમ કે, હાનિકારક, કેમિકલયુક્ત હેયર પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરવો પડશે. કેમ કે, આપણા વાળ નેચરલી ત્યાં સુધી નહીં વધે જ્યાં સુધી તેના મૂળ મજબૂત નહીં થાય. માટે વાળને મૂળથી મજબૂત કરવા માટેના અનેક ઉપાયો છે. ત્યારે આજે અમે જણાવીશું વાળને મજબૂત, કાળા અને લાંબા બનાવવા માટે શું કરવાની આવશ્યકતા છે.
વાળ માટે ખાસ વિટામિન્ટની જરૂરી
વાળને મજબૂત અને લાંબા બનાવવા માટે શું તમે પોષણયુક્ત અને વિટામિન યુક્ત આહાર લો છો?. ત્યારે જાણી લો કો, આપણા ખાવા-પીવાની આદતો આપણા વાળના ગ્રોથ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન્સ અને મિનરલ્સની આવશ્યકતા મુજબ નથી મળતું ત્યારે વાળ વધવાના બંધ થઈ જાય છે. જો તમને લાગે છે કે તમારા ડાયટમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ તમને નથી મળી રહ્યું તો તમારે સપ્લીમેન્ટ શરૂ કરવી જોઈએ. જો તમે કોઈ જાતના સપ્લીમેન્ટ નથી લેવા માગતા તો તમારે ડાયટમાં ફેરફાર કરવો પડશે. પ્રોટીન, વિટામિન, કેરાટિનની ગોળીથી વાળને જલદી લાંબા કરવામાં મદદ મળે છે. તમારે તમારા ડાયટમાં ભરપૂર માત્રામાં ફ્રૂટ્સ ખાવું પડશે. જેમાં ખાસ ઈંડા, પાલક, શકરકંદ, બ્લૂબેરી, મીટ, દહીં, અખરોટ અને બદામ ખાવી પડશે.
શેમ્પૂમાં એસેંશિયલ ઓઈલનો ઉપયોગ
એસેંશિયલ ઓયલને ખાસ છોડમાંથી કાઢવામાં આવે છે. જે ખૂબ જ ગુણકારી હોય છે. નારિયલ તેલ, જૈતુનનું તેલ અને બદામનું તેલ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એસેંશિયલ ઓઈલનો ઉપયોગ કરવાથી વાળને વધારવામાં ખાસ મદદ મળે છે. આ તેલથી વાળનો ગ્રોથ પણ વધે છે. વાળને લાંબા કરવા, ગ્રોથ વધારવા અને વાળને ખરતા રોકવા માટે ખાસ આ પ્રકારના ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.
શેમ્પૂનો ઉપયોગ ઘટાડો
આજકાલ બજારમાં મળતા મોટાભાગના શેમ્પૂ કેમિકલયુક્ત છે. જેના ઉપયોગથી વાળને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. અત્યારે તમે શેમ્પૂનો ઉપયોગ કરો જે લાંબા ગાળે વાળને નુકસાન પહોંચાડે છે. માટે તમે યોગ્ય શેમ્પૂની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. માટે એવા શેમ્પૂનો ઉપયોગ કરો જે કુદરતી અવયવનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા હોય. અઠવાડિયામાં બેથી વધુ વખત શેમ્પૂનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમારે જલદીથી લાંબા વાળ કરવા હોય તો શેમ્પૂ ઓછું અને વધારે કન્ડિશનરનો ઉપયોગ કરવો પડશે. ડીપ કન્ડિશનર તમારા વાળને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે, માટે તેનાથી વાળ જલદી વધે છે.
બે મોઢાવાળા વાળને હટાવવા જરૂરી
વાળ ન વધતા હોવાનું મુખ્ય કારણ હોય શકે છે બે મોઢાવાળા વાળ. તમારે વાળને લાંબા કરવા છે તો સૌથી પહેલાં બે મોઢાવાળા વાળને હટાવવા પડશે. કેમ કે, તે તમારા સારા વાળને પણ કમજોર અને ડ્રાઈ કરે છે. જો તમારે પણ બે મોઢાવાળા વાળ છે તો મહિનામાં એક વાર વાળને ટ્રિમ કરો.
હેર સ્ટાઈલિંગનો ઉપયોગ ઓછો કરો
વાળને વારંવાર કર્લિંગ અથવા સ્ટ્રેટનિંગ કરવાથી થોડા કલાકો માટે તો વાળ બહુ સારા લાગે છે પણ લાંબા સમયે તેનાથી તમારા વાળને ખૂબ નુકસાન પહોંચે છે. વારંવાર હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળ ડ્રાય થઈ જાય છે અને ગ્રોથ પણ ઘટી જાય છે. માટે બને ત્યાં સુધી વાળે કર્લ અને સ્ટ્રેટ કરવાનું ટાળો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે