બજેટ જ નહીં પરંતુ સુરક્ષાના માપદંડો પણ કાર ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખો! અહીં જાણો કઈ કાર છે સુરક્ષાની બાબતમાં શ્રેષ્ઠ

રસ્તા પર એવી કાર પણ તમે જોઈ હશે જે જોઈ તમને થતું હશે કે આટલી મોંઘા કારની આવી હાલત થઈ ગઈ... તેવામાં કાર ખરીદનારને મનમાં સવાલ તો ચોક્કસથી થાય કે તે જે કારમાં મુસાફરી કરવાના છે તે કેટલી સુરક્ષિત છે? તો અહીં આપણે જાણીશુ કે કઈ કાર છે સુરક્ષાની બાબતમાં શ્રેષ્ઠ... 

બજેટ જ નહીં પરંતુ સુરક્ષાના માપદંડો પણ કાર ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખો!  અહીં જાણો કઈ કાર છે સુરક્ષાની બાબતમાં શ્રેષ્ઠ

ભારતમાં કોઈ બિમારીથી નહીં પરંતું સૌથી વધારે લોકોના મૃત્યુ રોડ અકસ્માતમાં થાય છે તેમ કહીંએ તો ખોટું નથી...  દેશમાં અકસ્માતના આંકડાઓ પર નજર નાખીએ NCRBના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019માં અંદાજે 4,37,396 રસ્તા પરના અકસ્માત નોંધાયા હતા.આ અકસ્માતોમાં 1,54,732 લોકોના મૃત્યુ થયા તો 4,39,262 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ તો નોંધાયેલા અકસ્માતના આંકડા છે એવા તો અનેક નાના-મોટા અકસ્માતો હશે જે નોંધાતા નહીં હોય. રસ્તા પર એવી કાર પણ તમે જોઈ હશે જે જોઈ તમને થતું હશે કે આટલી મોંઘા કારની આવી હાલત થઈ ગઈ... તેવામાં કાર ખરીદનારને મનમાં સવાલ તો ચોક્કસથી થાય કે તે જે કારમાં મુસાફરી કરવાના છે તે કેટલી સુરક્ષિત છે?

ગ્લોબલ કાર એજન્સી ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP) દર વર્ષે સુરક્ષાના માપદંડના આધારે રેટિંગ આપતી હોય છે.આ એજન્સી જુદી જુદી કંપનીઓની કારના જુદા જુદા રાઉન્ડમાં ટેસ્ટ કરતી હોય છે. કાર ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે જો કારનો રોડ પર અકસ્માત થાય તો કઈ કાર જીવ બચાવવામાં બાળકો અને વયસ્ક લોકો માટે વધુ સુરક્ષિત રહે છે. જાણીએ વર્ષ 2020માં NCAPએ કઈ કંપનીની કઈ કારને સુરક્ષાના માપદંડના આધારે શ્રેષ્ઠ રેટિંગ આપ્યું છે. 

No description available.

1.MAHINDRA&MAHINDRA XUV 300
NCAPની રેટિંગ પ્રમાણે XUV 300 ભારતની સૌથી સુરક્ષિત કાર છે. NCAPએ આ કારને 5 સ્ટાર રેટિંગ આપી છે. એડલ્ટ પ્રોટેકશન માટે 5 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેક્શન માટે આ કારને 4 સ્ટાર રેટિંગ મળ્યા છે.જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે XUV 300ને 17 માંથી 16.42 અંક તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49માંથી 37.44 અંક અપાયા છે.

No description available.

2. TATA ALTROZ
TATA ALTROZ દેશની બીજી સૌથી સુરક્ષિત કાર છે. તો હેચબેચ સેગમેન્ટમાં આ કાર પ્રથમ ક્રમાંકે આવે છે. ગ્લોબલ NCAPના રેટિંગમાં આ કારને 5 સ્ટાર રેટિંગ અપાઈ છે. એડલ્ટ પ્રોટેકશન માટે 5 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 3 સ્ટાર આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે TATA ALTROZને 17માંથી 16.13 તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 29 અંક આપવામાં આવ્યા છે.

No description available.

3. TATA NEXON
TATA NEXON દેશની ત્રીજી સૌથી સુરક્ષિત કાર છે. GLOBAL NCAP એ કારને પણ 5 સ્ટાર રેટિંગ આપી છે. એડલ્ટ પ્રોટેકશન માટે 5 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 16.06  તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 25 અંક આપવામાં આવ્યા છે.

No description available.

4. MAHINDRA MARAZZO
 MAHINDRA MARAZZO દેશની ચોથા નંબરની સૌથી સુરક્ષિત કાર છે. MPV સેગમેન્ટમાં MAHINDRA MARAZZO દેશની સૌથી સુરક્ષિત MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) કાર છે. ભારતમાં બનનારી પહેલી MPV કાર છે જેને ગ્લોબલ NCAP તરફથી 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. એડલ્ટ પ્રોટેકશન માટે 4 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 2 સ્ટાર રેટિંગ અપાયું છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 12.85  તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 22.82 અંક આપવામાં આવ્યા છે.

No description available.

5. VOLKSWAGEN POLO
ગ્લોબલ NCAPના રેટિંગ મુજબ VOLKSWAGEN POLO ભારતની 5મી સૌથી સુરક્ષિત કાર છે. ગ્લોબલ NCAPએ 4 સ્ટાર રેટિંગ કારને આપ્યા છે. એડલ્ટ પ્રોટેકશન માટે 4 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 3 સ્ટાર રેટિંગ અપાયું છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 12.54 તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 29.91 અંક આપવામાં આવ્યા છે.

No description available.

6. TATA TIAGO/TIGOR
TATA ની ત્રીજી અને ચોથી કાર છે જે સુરક્ષાના માપદંડોમાં આગળ રહી છે. ગ્લોબલ NCAP એ ટાટાની આ બંને કારને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે. એડલ્ટ પ્રોટેકશન માટે 4 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 12.52 તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 34.15 અંક આપવામાં આવ્યા છે.

No description available.

7. MARUTI SUZUKI BREEZA
આખરે મારુતિની કોઈ કારની NCAPની રેટિંગમાં એન્ટ્રી થઈ છે. ગ્લોબલ NCAP એ બહાર પાડેલી રેટિંગમાં આ કારને 4 સ્ટાર આપવામાં આવ્યા છે.  એડલ્ટ પ્રોટેકશન માટે 4 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 2સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 12.51તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 17.93 અંક આપવામાં આવ્યા છે.

No description available.

8 . MARUTI ERTIGA
MARUTI ERTIGA કારને ગ્લોબલ NCAP તરફથી 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. એડલ્ટ પ્રોટેકશન માટે 3સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે પણ 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 9.25 તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 29.16 અંક આપવામાં આવ્યા છે. MARUTI ERTIGA એક પેસેન્જર કાર છે.

No description available.

9. FORD ASPIRE
ફોર્ડ કંપનીની ASPIRE કારે સુરક્ષિત કારોની રેટિંગમાં એન્ટ્રી લીધી છે. ગ્લોબલ NCAPએ આ કારને 3 સ્ટાર રેટિંગ આપ્યા છે. એડલ્ટ પ્રોટેકશન માટે 3 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 10.49 તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 14.22 અંક આપવામાં આવ્યા છે.

No description available.

10. RENAULT DUSTER
RENAULT DUSTER ને ગ્લોબલ NCAP એ 3 સ્ટાર રેટિંગ આપ્યું છે. એડલ્ટ પ્રોટેકશન માટે 3 સ્ટાર તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જો આંકની વાત કરીએ તો એડલ્ટ પ્રોટેકશન માટે 17માંથી 9 તો ચાઈલ્ડ પ્રોટેકશન માટે 49 માંથી 17.75 અંક આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news