ઠંડીમાં રૂમમાં હીટરનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો! બની જશો આ ગંભીર બીમારીઓનો ભોગ

હીટર કઈ રીતે કામ કરે છે તે તો જાણ્યુ પણ હવે હીટર શરીરને પણ નુકશાન પહોચાડે છે. જેમ કે હીટરમાંથી નીકળતી હવા ત્વચાને ખૂબ જ શુષ્ક બનાવે છે. હીટરના કારણે લોકોને ઊંઘ ન આવવી, ઉબકા આવવા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. કન્વેન્શન હીટર, હેલોજન હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ તમને બીમાર કરી શકે છે. આ હીટરમાંથી નીકળતા રસાયણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરિક ભાગોને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને જો તમને અસ્થમા અથવા એલર્જી હોય તો ખૂબ જ નુકશાન પહોચાડે છે.

ઠંડીમાં રૂમમાં હીટરનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો! બની જશો આ ગંભીર બીમારીઓનો ભોગ

નવી દિલ્હીઃ કડકડતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે તેમ છતાં ઠંડીમાં થથરતા રહે છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે તાપણું અથવા હીટર (Room Heater)નો ઉપયોગ કરતા હોય છે. હીટર ઠંડીથી રાહત આપે છે પણ સાથે સાથે તે સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે. જો તમે પણ ઠંડીથી બચવા માટે હીટરને વળગી રહો છો, તો હિટરને લગતી કેટલીક ખાસ વાતો આપે જાણવી ખૂબ જરૂરૂ છે.

આ પણ ખાસ વાંચોઃ

હીટર આ રીતે કામ કરે છે-
સૌથી પહેલાં તો એ જાણીશું કે હિટર કઈ રીતે કામ કરે છે. તો મોટાભાગના હીટરની અંદર લાલ-ગરમ ધાતુના સળિયા અથવા સિરામિક કોર હોય છે. તે ઓરડાના તાપમાનને વધારવા માટે ગરમ હવા બહાર કાઢે છે. આ ગરમી હવાના ભેજને શોષી લે છે. હીટરમાંથી આવતી હવા ખૂબ શુષ્ક હોય છે. આ સિવાય આ રૂમ હીટર હવામાંથી ઓક્સિજન બર્ન કરવાનું પણ કામ કરે છે.

હીટરથી થાય છે આ નુકશાન-
હીટર કઈ રીતે કામ કરે છે તે તો જાણ્યુ પણ હવે હીટર શરીરને પણ નુકશાન પહોચાડે છે. જેમ કે હીટરમાંથી નીકળતી હવા ત્વચાને ખૂબ જ શુષ્ક બનાવે છે. હીટરના કારણે લોકોને ઊંઘ ન આવવી, ઉબકા આવવા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. કન્વેન્શન હીટર, હેલોજન હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ તમને બીમાર કરી શકે છે. આ હીટરમાંથી નીકળતા રસાયણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરિક ભાગોને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને જો તમને અસ્થમા અથવા એલર્જી હોય તો ખૂબ જ નુકશાન પહોચાડે છે.

આ પણ ખાસ વાંચોઃ

આ લોકોને હીટર પાસે બેસવાનું વધુ જોખમ છે-
કેવા લોકોએ હીટર પાસે બેસવું ના જોઈએ તો અસ્થમાના દર્દીઓને રૂમ હીટરથી સૌથી વધુ અસર પહોચે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય તો હીટરથી ચોક્કસ અંતર રાખીને બેસવું જોઈએ. આ સિવાય બ્રોન્કાઈટિસ અને સાઈનસના દર્દીઓને પણ તેનાથી એલર્જી થઈ શકે છે. આ દર્દીઓના ફેફસામાં હીટરની હવાને કારણે કફ આવવા લાગે છે અને તેના કારણે તેમને ખાંસી અને છીંક આવવા લાગે છે. જો કફ અંદરથી સુકાઈ જાય તો એન્ટિબાયોટિક્સની જરૂર પડે છે.

એલર્જીવાળા લોકો માટે ખાસ હીટર-
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તમે અસ્થમાના દર્દી છો અથવા તમને એલર્જીની સમસ્યા છે, તો તમારે સામાન્ય હીટરની જગ્યાએ ઓઇલ હીટરનો ઉપયોગ કરવો જોઈએ. આ હીટરમાં તેલ ભરેલી પાઈપો હોય છે, જેના કારણે હવા સુકાઈ જતી નથી. જો તમે નિયમિત હીટરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો થોડીવાર પછી જ તેને બંધ કરી દો. જો તમને સાઇનસ અથવા બ્રોન્કાઇટિસની સમસ્યા હોય તો તમારા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. તે હવામાં ભેજ જાળવી રાખે છે, જેના કારણે શ્વાસ સંબંધી કોઈ સમસ્યા થતી નથી.

ગેસ હીટરથી સાવધાન રહો-
એક અભ્યાસ મુજબ, જે ઘરોમાં ગેસ હીટર અથવા એલપીજી હીટરનો વધુ ઉપયોગ થાય છે તે ઘરના બાળકોમાં અસ્થમાની સમસ્યા વધુ જોવા મળે છે. આ સિવાય ખાંસી, છીંક, છાતીમાં અને ફેફસાંને નુકસાન જેવા લક્ષણો પણ વધુ જોવા મળે છે. આ હીટરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડની ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો પર ખરાબ અસર પડે છે. નિષ્ણાતોના મતે, હીટરને રજાઇ અથવા ધાબળાની અંદર ક્યારેય ન રાખવું જોઈએ નહીં તો તે આગનું કારણ બની શકે છે. તો હિટરથી આપને શુ નુકશાન થઈ શકે છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news