Most Expensive Insect: આ જંતુ તમને ક્યાંય પણ દેખાય તો પકડી લેજો, રાતોરાત ભાગ્ય ચમકી જશે, લાખોમાં છે કિંમત

Stag Beetle: અનેક લોકો પેટ લવર્સ હોય છે, કૂતરા, બિલાડી ગાય તો પાળતા હો છે પરંતુ તેમને જંતુઓ બહુ ગમતા નથી હોતા. કિડા ભલે તમને ચિત્રી ચડે તેવા હોય પરંતુ એક કિડો એવો પણ છે દુનિયામાં જે તમને પૈસાદાર બનાવી શકે છે. શું તમે જાણો છો આ કિડા વિશે? 

Most Expensive Insect: આ જંતુ તમને ક્યાંય પણ દેખાય તો પકડી લેજો, રાતોરાત ભાગ્ય ચમકી જશે, લાખોમાં છે કિંમત

અનેક લોકો પેટ લવર્સ હોય છે, કૂતરા, બિલાડી ગાય તો પાળતા હો છે પરંતુ તેમને જંતુઓ બહુ ગમતા નથી હોતા. કિડા ભલે તમને ચિત્રી ચડે તેવા હોય પરંતુ એક કિડો એવો પણ છે દુનિયામાં જે તમને પૈસાદાર બનાવી શકે છે. જો આ કિડો તમને ક્યાંય પણ દેખાય તો તેને ભગાડતા નહીં. પકડીને સાચવી રાખજો. 

મીડિયા રિપોર્ટ મુજબ દુનિયાના આ સૌથી મોંઘાદાટ કિડાનું નામ છે સ્ટેગ બિટલ (Stag Beetle). જ્યારે તમે તેના ભાવ વિશે જાણશો તો હોશ ઉડી જશે. જો તમે ક્યાંક આ કિડો મળી જાય તો ભાગ્ય ખુલી જશે. તમે એટલા અમીર બની જશો કે તમે લોન લીધા વગર જ તમારા માટે ઘર ખરીદી શકશો. તે સાઈઝમાં માત્ર 2-3 ઈંચનું હોય છે. જોવામાં મામૂલી કિડા જોવું લાગતું આ જંતુ બીટલ પરિવારનું છે. 

74 લાખમાં વેચાયો હતો કિડો
બીટલની દુનિયામાં 1200 જેટલી પ્રજાતિઓ છે. આ તે બધામાં સૌથી ખાસ છે. કારણ કે તેના માથા પર શિંગડા ઊગેલા છે. તેના ભાવ વિશે વાત કરીએ તો થોડા વર્ષો પહેલા એક જાપાની બ્રીડરે આ કિડાને વેચ્યું હતું. જેના માટે તેને 89 હજાર ડોલર મળ્યા હતા એટલે કે આજના ભાવ પ્રમાણે 74 લાખ રૂપિયા. આ એટલું દુર્લભ છે કે લોકો તેના માટે ઘણા રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાય છે. 

કિડા સંબંધિત અનેક માન્યતાઓ
નેશનલ હિસ્ટ્રી મ્યૂઝિયમ મુજબ વયસ્ક સ્ટેગ બીટલ ખાવાનું ખાતા નથી. તે મીઠો પદાર્થ પીવે છે. તે મીઠા પદાર્થ જે સડેલા ફળોમાંથી કે પછી ઝાડમાંથી નીકળે છે. જ્યારે તે લાર્વા હોય છે ત્યારે તેમની અંદર ઉર્જા સ્ટોર થઈ જાય છે જેના પર તેઓ આશ્રિત છે. લાર્વા સ્ટેજમાં તેઓ ડેડ વુડ ઉપર પણ ફીડ કરે છે. આ લાર્વા લાકડી પર લાગતી ફંગસ કે કોઈ પણ અન્ય પ્રકારના જીવો પર ઉછરે છે. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે દુનિયામાં મળી આવતા સૌથી મોટા બીટલ કિડાની  સાઈઝ 8.5 સેન્ટીમીટર સુધી મોટી હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ કિડામાંથી અનેક પ્રકારની દવાઓ પણ બને છે. જૂના જમાનામાં અનેક પશ્ચિમી દેશોમાં એવી માન્યતા હતી કે આ કિડા વીજળીના દેવતા, થોર સાથે જોડાયેલા છે અને જો તેમને પોતાના હાથ પર રાખવામાં આવે તો વીજળી માણસ પર પડતી નથી. બ્રિટનમાં આ કિડા મળી આવે છે. તેમની એક પ્રજાતિ ભારતમાં પણ મળી આવે છે. 

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news