5 સ્ટાર હોટેલ જેવું 'આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર' રાજકોટમાં તૈયાર, જુઓ તસવીરો

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. તો રાજકોટ જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. 
 

રક્ષિત પંડ્યા/રાજકોટઃ કોરોના વાયરસને રોકવા માટે આયુર્વેદિકનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ભારતનું સૌપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. 

1/4
image

રાજકોટમાં હવે કોરોનાની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી પણ કરવામાં આવશે. આ માટે 5 સ્ટાર હોટેલને ટક્કર મારે તેવું આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 

2/4
image

રાજકોટના એરપોર્ટ રોડ પર એક ખાનગી હોટલની અંદર આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં તંત્ર દ્વારા 90 બેડની મંજૂરી આપવામાં આવી છે. 

3/4
image

આ આયુર્વેદિક કોવિડ સેન્ટરમાં દર્દીઓને બે ટાઇમ જમવાનું, નાસ્તો, આયુર્વેદિક દવાઓ અને યોગા કરાવવામાં આવશે. સંપૂર્ણ રીતે આયુર્વેદની પદ્ધતિથી કોરોનાની સારવાર થશે.   

4/4
image

આ સેન્ટરમાં દિવસ દરમિયાન નિષ્ણાંત ડોક્ટરોની ટીમ કોરોનાની સારવાર આપવાની છે. દર્દીઓની જરૂરીયાત પ્રમાણે ડોક્ટરો આયુર્વેદિક પદ્ધતિથી દર્દીઓની સારવાર કરશે.