હજુ તો યમ બનીને ત્રાટકશે મેઘ! આગામી 72 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં મોત બોલાવશે વરસાદ

Gujarat Havy Rainfall: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સ્થાનિક તંત્રની સાથોસાથ સરકારે પણ આપી છે લોકોને સતર્ક રહેવાની સુચના. વિનાશક વરસાદની આગાહીને પગલે કામ વિના ઘરની બહાર ના નીકળવા ખુદ સરકારે કરી છે અપીલ.

વરસાદ પડતા જ પાણીમાં બેસી ગઈ પાલિકાઓ! ગુજરાતના આ 6 જિલ્લા આર્મીને હવાલે, રામ જાણે શું થશે...

1/9
image

ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી...વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ભારત સરકાર દ્વારા આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી.

અત્યાર સુધી વરસાદમાં 15ના મોત

2/9
image

છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં મેઘતારાજીના કારણે 15 લોકોનાં થયા મોત તો 318 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા...23 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી...

ભારે વરસાદના કારણે 18થી વધુ જિલ્લાની શાળા અને કોલેજોમાં આજે રજા

3/9
image

ભારે વરસાદના કારણે 18થી વધુ જિલ્લાની શાળા અને કોલેજોમાં આજે રજા... છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 245 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ....

4/9
image

આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી,.. જાણો કેટલાં જિલ્લાઓ પર યમરાજ બનીને ત્રાટકી શકે છે મેઘરાજ. જાણો ક્યાં-ક્યાં અપાયું છે વરસાદનું રેડ અલર્ટ...

5/9
image

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનનું રેડ અલર્ટ... અત્યાર સુધીમાં ગુજરાતમાં 105 ટકા વરસાદ વરસ્યો...હજુ પણ આ ઝોનમાં વધારે વરસાદ ખાબકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

6/9
image

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેશે...આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...ભારે વરસાદને પગલે પાણીમાં બેસી ગઈ તમામ પાલિકાઓ...

7/9
image

હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ આપ્યું છે. આગામી 72 કલાક હજુ પણ ગુજરાતના માથે ભારે આકાશી સંકટ રહેશે.

8/9
image

અમદાવાદ, ખેડા, આણંદ,દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ... સાથે જ કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું.... આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના...

9/9
image

બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ...