બંગાળની ખાડીમાં ઊથલપાથલ! ઉપસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતની નદીઓમાં આવશે પૂર! અંબાલાલના વેણ

Gujarat Weather: ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ અંગે જાણકારી આપી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આપી દીધી છે મોટી ચેતવણી...સાથે જ હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ પણ વરસાદ અંગે અલગ સંકેત આપ્યાં છે....

1/9
image

Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

આગામી ત્રણ દિવસ ક્યાં વરસાદ પડશે?

2/9
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

3/9
image

આગાહીકાર પરેશ ગોસ્વામીની વરસાદને લઈ આગાહી કરી છેકે, ગુજરાતમાં 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં નહીં પડે વરસાદ. 17થી 21 ઓગસ્ટ સુધી અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઈંચ સુધી પડી શકે છે વરસાદ. ગુજરાતમાં આખા ઓગસ્ટ મહિનામાં ખુબ જ સારા વરસાદની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. 

4/9
image

આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા-

5/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. 

ઓગસ્ટમાં છલોછલ રહેશે વરસાદ-

6/9
image

ઓગસ્ટ મહિનો વરસાદથી છલોછલ રહેશે. કારણકે, હાલ બંગાળની ખાડીમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર. ખાસ કરીને તેની અસર 22 થી 30 એટલેકે, ઓગસ્ટના છેલ્લાં સપ્તાહમાં વધારે જોવા મળશે. આ આગાહી હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. 

બંગાળની ખાડીમાં ઊથલપાથલ! હવામાન વિભાગ હોય કે અંબાલાલ સૌ કોઈએ આપી દીધી ચેતવણી:

7/9
image

ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે.

ગુજરાતની નદીઓમાં આવશે પૂર!

8/9
image

અંબાલાલ પટેલે જણાવ્યુંકે, ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલની ઘાતક આગાહી

9/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે.