'ફિયાન્સ' પાસેથી 'લાંચ' લેવાનું મોઘું પડ્યું આ ઈન્સ્પેક્ટરને, જાણો શું છે સમગ્ર ઘટના....

રાજસ્થાનના ઉદયપુરમાં એક પોલિસ ઈન્સ્પેક્ટરે પોતાની લગ્ન માટે એક પ્રી-વેડિંગ વીડિયો શૂટ કરાવ્યો હતો, પરંતુ હવે આ વીડિયો તેના માટે મુસિબત બની ગયો છે. કારણ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. 

અવિનાશ જગવત/ ઉદયપુરઃ આજકાલ યુવાન પેઢીમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વીડિયો શૂટિંગનો ક્રેઝ ઘણો જ વધી ગયો છે. અત્યાર સુધી મેટ્રો સિટીઝમાં પ્રચલિત આ ટ્રેન્ડ હવે નાના શહેરો સુધી પણ પહોંચી ગયો છે. જોકે, આવો જ એક પ્રી-વેટિંગ ફોટો શૂટ એક ઈન્સ્પેક્ટર માટે મુસિબતનું કારણ બની ગયો છે. વાત એમ છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં પોલિસ વિભાગમાં નોકરી કરતા એક ઈન્સ્પેક્ટરે લગ્ન માટે એક પ્રી વેડિંગ વીડિયો શૂટ કરાવ્યો હતો. આ વીડિયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે પોલિસ ઈન્સ્પેક્ટરને વિભાગ તરફથી એક નોટિસ મળી ગઈ.  (તમામ ફોટો સાભારઃ વીડિયો ગ્રેબ) 

ઉદયપુરના કોટડાના ઈન્સ્પેક્ટરનો છે મામલો

1/6
image

ઉદયપુરના કોટડા ગામના પોલીસ સ્ટેશનની ઈન્સ્પેક્ટર ધનપત સિંહે પોતાની ફિયાન્સી સાથે પ્રી વેડિંગ વીડિયો શૂટિંગ કરાવ્યું હતું. જેમાં એક દૃશ્યમાં તેણે પોતાના સરકારી પોલિસ ડ્રેસનો ઉપયોગ કર્યો હતો અને લાંચ લેવાનો એક વીડિયો શૂટ કર્યો હતો. 

કયા દૃશ્યમાં થયો આટલો મોટો હોબાળો

2/6
image

પ્રી વેડિંગ વીડિયો શૂટિંગમાં એક એવું દૃશ્ય ફિલ્માવાયું છે, જેમાં વાહનોના ચેકિંદ દરમિયાન ઈમ્સ્પેક્ટર હેલમેટ પહેર્યા વગર આવી રહેલી એક યુવતીને અટકાવે છે. હકીકતમાં આ યુવતી તેની થનારી પત્ની છે. આ યુવતી હેલમેટ ન પહેરવાના દંડથી બચવા માટે હસતા-હસતા ઈન્સ્પેક્ટરના ખિસ્સામાં રૂ.500ની નોટ મુકે છે. આ દૃશ્યના કારણે જ પ્રી વેડિંગ વીડિયો શૂટ વિવાદમાં ઘેરાઈ ગયો છે. 

કોણે કરી ફરિયાદ

3/6
image

પ્રી વેડિંગ વીડિયો શૂટ દરમિયાન વાંધાજનક દૃશ્યના શૂટિંગની ફરિયાદ એક અન્ય ઈમ્સ્પેક્ટરે વિભાગના ઉચ્ચ અધિકારીઓને કરી છે. આ ફરિયાદને કાયદો-વ્યવસ્થાના પોલિસ મહાનિરીક્ષક ડો. હવાસિંહ ઘુમરિયાએ અત્યંત ગંભીર ગણીને ઈન્સ્પેક્ટરને નોટિસ ફટકારી છે. આ સાથે જ તેમણે સમગ્ર રાજ્યના પોલિસ અધિકારીઓને પોલિસના ડ્રેસની ગરિમા જાળવી રાખવાની સુચના પણ આપી છે. 

એસપી પણ નારાજ

4/6
image

આટલું જ નહીં સમગ્ર કેસમાં ઉદયપુરના એસપી કૈલાશચંદ્ર બિશ્નોઈએ પણ નિયમો અંતર્ગત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. 

ફિલ્મી સ્ટાઈલમાં ઈન્સ્પેક્ટર કરે છે રોમાન્સ

5/6
image

આ પ્રી વિડિયો શૂટમાં સરકારી ઈન્સ્પેક્ટર ધનપત સિંહ ફિલ્મી હીરોની જેમ પોતાની ફિયાન્સી સાથે રોમાન્સ કરતા નજરે ચડે છે. ઈન્સ્પેક્ટર પોતાની ફિયાન્સ સાથે સ્વિમિંગપુલમાં મસ્તી કરે છે તો સુંદર હરિયાળીમાં ગીત ગાવાની સ્ટાઈલમાં એક-બીજાને ભેટે છે જેવા ફિલ્મી સ્ટાઈલનાં અનેક દૃશ્યો ફિલ્માવ્યા છે.

યુ ટ્યૂબ પરથી દૂર કરાયો વીડિયો

6/6
image

જોકે, વિવાદ થઈ ગયા પછી આ વીડિયોને યુ ટ્યુબ પરથી થોડા સમય પહેલા જ દૂર કરી દેવાયો છે.