ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં ITBPના જાંબાઝ જવાનોએ કર્યાં યોગ, જુઓ PHOTOS

આજે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી  છે. આ વર્ષના યોગ દિવસની મુખ્ય થીમ હ્રદય માટે યોગ: યોગા ફોર હાર્ટ રાખવામાં આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં 40 હજાર લોકો સાથે યોગ અભ્યાસ કર્યો. જ્યારે રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાનીએ રાજધાની દિલ્હીમાં યોગ આસન કર્યાં. 

આઈટીબીપીના જવાનોએ પણ સમુદ્રથી 13050 ફૂટની ઊંચાઈ પર રોહતાંગ દર્રે પર બરફ વચ્ચે માઈનસ 10 ડિગ્રી તાપમાનમાં યોગ અભ્યાસ કર્યો. વિશ્વના સૌથી ઊંચા ગામ ટશીગંગમાં પણ ગ્રામીણો યોગથી નિરોગી રહેવાનો સંદેશ આપી રહ્યાં છે. 
 

સિંધુ ઘાટ પર જવાનોએ કર્યા યોગ

1/5
image

ભારત-તિબ્બત સરહદ પર લેહના સિંધુ ઘાટ પર આઈટીબીપીના 250 જવાનોએ યોગ અભ્યાસ કર્યો. સિંધુ ઘાટ પર સવારે 7 વાગ્યાથી 7.45 સુધી યોગ અભ્યાસ ચાલ્યો. 

આ જવાનોએ લીધો ભાગ

2/5
image

સિંધુ ઘાટ પર આયોજિત યોગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેવેન્દ્રસિંહ, ડીઆઈજી ઈન્ટેલિજન્સ (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર), ડીઆઈજી અચલ શર્મા (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર), ઓફિસર અજયસિંહ (16મી બટાલિયન), ડેપ્યુટી કમાન્ડેન્ટ ફૂંચૂક આંચૂક (16મી બટાલિયન), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અખિલ જૈન (16મી બટાલિયન), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ડીએન ભટ્ટ  (16મી બટાલિયન)એ ભાગ લીધો. 

ડીઆઈજી દેવેન્દ્ર સિંહે જવાનોને સંબોધન કર્યું

3/5
image

યોગ કાર્યક્રમનું સમાપન થયા બાદ ડીઆઈજી દેવેન્દ્ર સિંહે આઈટીબીપીના જવાનોને સંબોધન કરીને કહ્યું કે હું તમને બધાને હાર્દિક અભિનંદન પાઠવું છું.   

માનસિક રીતે કેન્દ્રીત અને શારીરિક રીતે સ્ફૂર્તવાન

4/5
image

ડીઆઈજી દેવેન્દ્રસિંહે કહ્યું કે હું આશા રાખુ છું કે યોગ અભ્યાસ બાદ તમે લોકો પહેલાથી પણ વધુ માનસિક રીતે ફોકસ અને શારીરિક રીતે સ્ફૂર્તિવાન મહેસૂસ કરતા હશો. 

ટ્રેઈનરોને આપ્યા અભિનંદન

5/5
image

કાર્યક્રમને સંબોધિત કરતા અખિલ જૈને કહ્યું કે હું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રેઈનરો અને મીડિયાને શુભેચ્છા પાઠવવા માંગુ છું. આ દરમિયાન તેમણે લેહના ડીએમનો પણ આભાર માન્યો.