પીએમ મોદી ઉદઘાટન કરે તે પહેલા જુઓ દાંડી મ્યુઝિયમની Inside તસવીરો
અમિત રાજપૂત/અમદાવાદ : ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. પીએમ મોદી આજે સુરતમાં પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે જાણી લો અંદરથી કેવું લાગે છે 15 એકરમાં ફેલાયેલું દાંડી મ્યૂઝિયમ.
દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો
ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે
સરોવરની આજુબાજુ પાથ-વે બનાવાયા છે. પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા, પાર્કિગ, લાઈબ્રેરી, હોલ વગેરે જેવી સુવિધાઓ મૂકાઈ છે.
15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે.
વિશાળ સોલાર પાર્ક બનાવાયો છે, જેમાં 41 સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે. આ સોલાર ટ્રીઝ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીનો સ્મારકમાં ઉપયોગ કરાશે.
ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા
40 મીટરનો ઊંચો ક્રિસ્ટલ ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે. જે ક્રિસ્ટલ ટાવર દીવાદાંડીનુ પણ કામ કરાયું છે.
ટાવરની નીચે પંચધાતુની મહાત્મા ગાંધીજીની 15 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે.
Trending Photos