ભારે વરસાદની ચેતવણી! આજથી 5 સપ્ટેમ્બર સુધી સાચવજો, હવામાન વિભાગે આપી દીધું આખું શિડ્યુલ

Heavy Rain Alert : આજથી રાજ્યમાં ફરી મેઘરાજા ધડબડાટી બોલાવશે. સપ્ટેમ્બરમાં રાજ્યમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ ઉપર બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં પુનઃ વરસાદ આવશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ જુદા જુદા જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પણ આવી શકે. આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

2 સપ્ટેમ્બરની આગાહી

1/5
image

આવતીકાલે 2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમન, નગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ સાથએ છુટા છવાયા વરસાદની આગાહી છે.   

3 સપ્ટેમ્બરની આગાહી

2/5
image

ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી છે. સાથે જ ઓરેન્જ એલર્ટ છે. ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.   

4 સપ્ટેમ્બરની આગાહી

3/5
image

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.   

5 સપ્ટેમ્બરની આગાહી 

4/5
image

5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ છે. 

5/5
image

પાછલા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 601 મિમિ કરતા 46 ટકા વધુ એટલે કે 880 મિમિ વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં 780 મિમિ કાર્ટ 19 ટકા એટલે કે 947 મિમિ વરસાદ નોંધાયો. જયારે સૌરાષ્ટ્રમાં 452 મિમિ કરતા 86 ટકા વધુ એટલે કે 841 મિમિ વરસાદ થયો. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.