Photos : મુંબઈના 2 ગુજરાતીઓ સાઈકલથી કરે છે એવી સેવા, જે કોઈએ વિચારી પણ નહિ હોય
મુંબઈના થાણે વિસ્તારમાં રહેતી ચર્વી લોડાયા અને ચિરાગ શાહ ‘મેં ચલાઉંગી’ અભિયાન અંતર્ગત મહિલાઓને મફતમાં સાઈકલ ટ્રેનિંગ આપી રહ્યા છે. આ બંને મિત્રો સાથે મળીને મહિલાઓને સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે. ચાર્વી યોગા ટ્રેનર છે, જ્યારે કે તેમનો મિત્ર ચિરાગ શાહ સેલ્સ મેનેજર છે. પરંતુ બંને પોતાના આ નિર્ણયથી મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. એટલુ જ નહિ, ચાર્વી અને ચિરાગ એવી મહિલાઓને પણ સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે, જેમની પાસે પોતાની સાઈકલ નથી. આવી મહિલાઓ જેમની પાસે ખુદની સાઈકલ નથી, ત્યારે તેઓ પોતાની સાઈકલ તેમને ઉપલબ્ધ કરાવે છે અને ટ્રેનિંગ પણ આપે છે. જેથી મહિલાઓ સાઈકલ જેવી મામૂલી સવારી કરવાની શીખી જાય અને પોતાના નાના-નાના કામ જાતે જઈને કરી શકે.
અમિત ત્રિપાઠી/મુંબઈ : મુંબઈના થાણે વિસ્તારમાં રહેતી ચર્વી લોડાયા અને ચિરાગ શાહ ‘મેં ચલાઉંગી’ અભિયાન અંતર્ગત મહિલાઓને મફતમાં સાઈકલ ટ્રેનિંગ આપી રહ્યા છે. આ બંને મિત્રો સાથે મળીને મહિલાઓને સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે. ચાર્વી યોગા ટ્રેનર છે, જ્યારે કે તેમનો મિત્ર ચિરાગ શાહ સેલ્સ મેનેજર છે. પરંતુ બંને પોતાના આ નિર્ણયથી મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. એટલુ જ નહિ, ચાર્વી અને ચિરાગ એવી મહિલાઓને પણ સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે, જેમની પાસે પોતાની સાઈકલ નથી. આવી મહિલાઓ જેમની પાસે ખુદની સાઈકલ નથી, ત્યારે તેઓ પોતાની સાઈકલ તેમને ઉપલબ્ધ કરાવે છે અને ટ્રેનિંગ પણ આપે છે. જેથી મહિલાઓ સાઈકલ જેવી મામૂલી સવારી કરવાની શીખી જાય અને પોતાના નાના-નાના કામ જાતે જઈને કરી શકે.
હવે મહિલાઓની સંખ્યા 20થી વધુ થઈ
ચાર્વી લોહિયા કહે છે કે, લોકોને યોગા શીખવાડતા શીખવાડતા મને એ વાતનો અહેસાસ થયો કે, મારી ત્યાં યોગા શીખવા માટે આવનાર મોટાભાગની મહિલાઓ છે, જે પોતાના પરિવાર સાથે ગાડીમાં આવે છે, અથવા તો ચાલીને આવે છે. આ વાતથી મને ‘મેં ચલાઉંગી’ અભિયાનનો વિચાર આવ્યો. ચર્વીને આ કામમાં પોતાના મિત્ર ચિરાગ શાહનો સાથ મળ્યો. ગત ઓક્ટોબર મહિનાથી બંનેએ મહિલાઓને સાઈકલ શીખવાડવાની શરૂઆત કરી. આ બંનેએ જ્યારે આ કામ શરૂ કર્યું, તો માત્ર એક જ મહિલા જ શીખવા માટે આગળ આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ અનેક મહિલાઓ આવવા લાગી. આજે આ સંખ્યા 20થી વધુ થઈ ગઈ છે.
2 કલાક શીખવાડે છે
આ બંને શનિવાર અને રવિવારે સાંજે 2 કલાક મહિલાઓને સાઈકલ ચલાવવાનું શીખવાડે છે. પહેલા સાઈકલ શીખવાડવા માટે થાણે વિસ્તારની જ મહિલાઓ આવતી હતી. હવે તો ડોંબીવલી અને કલ્યાણની મહિલાઓ પણ આવે છે.
સાઈકલ પણ અપાય છે
આ અભિયાન અંતર્ગત ન માત્ર સાઈકલ ચલાવવાનું શીખવાડવામાં આવે છે, પરંતુ જેમની પાસે સાઈકલ નથી, તેમને સાઈકલ પણ આપવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ તેમના પતિ અને સંતાનો સાથે આવે છે, જેથી તેઓ પણ મહિલાઓનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે.
મહિલાઓમાં આત્મવિશ્વાસ આવશે
ચર્વીનું કહેવું છે કે, મહિલાઓને સાઈકલ ચલાવતા જોઈને મને બહુ જ સારું લાગે છે. તેનાથી ન માત્ર મહિલાઓની હિંમત વધે છે, પરંતુ તેમનામાં એક નવો આત્મવિશ્વાસ પણ પેદા થાય છે. ચર્વીના મિત્ર ચિરાગનું કહેવું છે કે, અમને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે, તે જોતા આગામી દિવસોમાં ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મહિલાઓને સાઈકલ શીખવાડશે.
Trending Photos