ટ્રેલર બાદ હવે શરૂ થયું વરસાદનું અસલી પિક્ચર! સાડા છ કરોડ ગુજરાતીઓ પર મોટું આકાશી સંકટ

Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. હવે વરસાદ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી જાણીને તમે પણ ચોંકી જશો...

1/8
image

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. સુરત જિલ્લાના આ ગામમાં આભ ફાટતા ફફડાટ! ભયાનક તસવીરો આવી સામે, 14 ઈંચ વરસાદ. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ...થોડાક વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે. 

2/8
image

Gujarat Rainfall Update: વરસાદ અંગે અત્યાર સુધીની સૌથી ઘાતક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે વરસાદને લઇ ગુજરાતમાં જાહેર કર્યું રેડ અલર્ટ.

3/8
image

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા સંઘ પ્રદેશ દમણ અને, દાદરા નગર હવેલીમાં પણ આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4/8
image

અમદાવાદ સહીત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

5/8
image

આ ઉપરાંત આજે ગુજરાતના આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી...આ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

6/8
image

અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે. જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. 

7/8
image

ગુજરાતમાં એક સાથે વરસાદની ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે! એક-બે નહીં 18 જિલ્લાઓનું આવી બન્યું, અંબાલાલની આગાહી...ખાસ કરીને સુરત જિલ્લાના ઉમરપાડાના અનેક વિસ્તારોમાં કેડસમા પાણા ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ઉમરપાડાના અનેક લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું થતાં સ્થિતિ વિકટ બની છે.

8/8
image

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અલર્ટ. ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો તો ક્યાંક રેડ અલર્ટ જાહેર કરાયું.