અંબાજી મંદિર પાસે કેટલું સોનું અને ચાંદી છે? ખરો આંકડો આવ્યો સામે

Ambaji Temple : અંબાજી મંદિરમાં 175 કિલો સોનું ભક્તો દ્વારા દાન કરાયું... આ સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ અંતર્ગત મૂકાયું.... જેના વ્યાજની રકમ ભક્તોની સુવિધામાં વપરાશે 

અંબાજી મંદિર પાસે કેટલું સોનું અને ચાંદી છે? ખરો આંકડો આવ્યો સામે

Gold Monetisation Scheme (GMS) પરખ અગ્રવાલ/અંબાજી : પ્રજા અને મોટી સંસ્થાઓ પાસે પડેલાં સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સોનું મેળવી તેના પર વ્યાજ આપવા માટેની એક ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ લીધો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના ઘરેણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. કુલ 167 કિલો જેટલું સોનું બેંકમાં ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી 3 કિલો જેટલું સોનું હાલમાં જ મૂકવામાં આવ્યું છે. ઓ સોનાથી મળતા વ્યાજની રકમને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શને આવતા લોકોની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે. 

  • અંબાજી મંદિર પાસે 175 કિલો સોનું
  • લેટેસ્ટ  ભાવ પ્રમાણે, તેની કિંમત 122 કરોડ થાય છે 
  • મંદિર પાસે 6000 કિલો ચાંદી પણ છે, જેની કિમત 50 કરોડ છે 
  • મંદિરે 175 કિલો સોનું સરકારની ગોલ્ડ મોનેટાઈઝેસન સ્કીમમાં મૂક્યું 

પ્રજા અને મોટી સંસ્થાઓ પાસે પડેલાં સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સોનું મેળવી ઉપર વ્યાજ આપવાં માટેની એક ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. અને જે યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ લીધો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાન માં મળેલાં સોનાંનાં ઘરેણાં જે એક્ત્રીત કરવામાં આવ્યા હતા. તેને ગોલ્ડ મોનીટાઇજેસન સ્કીમમાં મુકવાની રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતીક મંજુરી મેળવાઈ હતી. તેના મંદિર ટ્રસ્ટે મંદિરમાં માતાજીને ચઢેલાં વિવિધ દાગીના સ્વરૂપે મેળવેલાં સોનાનાં જથ્થાને પીગાળાવી તેને બીસ્કીટ સ્વરૂપે બનાવ્યા હતા. 

તમામ સરકારની આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમમાં મૂકવા રાજ્ય સરકાર પાસેથી સિદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં 171 કિલો સોનુ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂક્યું છે. હાલ કુલ 175 કિલો સોનુ અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનું આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે.

જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજીને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંકમાં જમા કરાવે છે. આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલા સોનાનું મળતા વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનુ પણ અકબંધ રહે છે.

જ્યારે ભક્તો દ્વારા માતાજીને ચાંદીના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચઢાવતા હોય છે, તે અત્યાર સુધીમાં 5500 થી 6 હજાર કિલો થાય છે. જે હમણાંનાં ભાવ અનુસાર 50 કરોડની કિંમતથી વધુ ચાંદી એકત્રિત થઈ છે. તેને હજી આ મોનિટાઇઝેશન સ્કીમમાં મુકવામાં નથી આવી. પણ આગામી સમય માં આ તમામ ચાંદીની વેલ્યુએશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે. જે અંદાજે 15 એક દિવસમાં પૂર્ણ કરાશે તેમ અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news