હનુમાન ચાલીસા કરો ત્યારે રાખવું આ વાતોનું ધ્યાન, ચાલીસામાં કરેલી આ ભુલથી વધે છે સંકટ
Hanuman Chalisa Rules: હનુમાન ચાલીસા કરવા માટે કોઈ ખાસ નિયમની જરૂર હોતી નથી. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી હનુમાનજી નારાજ થાય છે.
Trending Photos
Hanuman Chalisa Rules: હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. ખાસ કરીને મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી મનની ઈચ્છા પૂરી કરે છે. હનુમાન ચાલીસા કરવા માટે કોઈ ખાસ નિયમની જરૂર હોતી નથી. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી હનુમાનજી નારાજ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ બાબતો છે જેનું ખાસ ધ્યાન હનુમાન ચાલીસા કરતી વખતે રાખવું જોઈએ.
આ પણ વાંચો:
હનુમાન ચાલીસા શરુ કરો તે પહેલા હનુમાનજી અને તેમના ઇષ્ટદેવ શ્રીરામના ચિત્રની સ્થાપના કરવી જોઈએ. ત્યાર પછી તેમની સામે જલ ભરેલું પાત્ર રાખી ઓછામાં ઓછી ત્રણ વખત અને વધુમાં વધુ 108 વખત ચાલીસા કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તન અને મન બંને શુદ્ધ હોવા જરૂરી છે.
હનુમાન ચાલીસા કરવાના નિયમ
1. હનુમાન ચાલીસા નો પાઠ કરનાર વ્યક્તિએ તામસિક ભોજન અને મદિરાનુ સેવન કરવાથી પણ બચવું જોઈએ.
2. મંગળવારે સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના જીવનના કષ્ટ દૂર થાય છે.
3. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારના અનૂચિત વિચારો આવવા જોઈએ નહીં. સાથે જ પ્રયત્ન કરવો કે રોજ એક જ સમય પર હનુમાન ચાલીસા કરો.
4. હનુમાન ચાલીસા શરૂ કર્યા પછી તેનો ભંગ ના થાય તે માટે જો તમે યાત્રા કરતા હોય તો પણ પાઠ કરી શકો છો.
5. હનુમાન ચાલીસા શરૂ કરતા પહેલા શ્રીરામ નું નામ લેવું. ત્યાર પછી જ હનુમાન ચાલીસા કરવી. હનુમાનજીના ઇષ્ટ એવા શ્રીરામ નું નામ લીધા વિના હનુમાન ચાલીસા કરવાથી તેનું ફળ મળતું નથી.
6. હનુમાન ચાલીસા કરતી વખતે જમીન પર આસન પાથરી બેસવું અને પાઠ કરવો. આસન વિના બેસવાથી અશુભ ફળ મળે છે.
7. હનુમાન ચાલીસા કરનાર વ્યક્તિએ ક્યારેય કોઈ નિર્બળ ઉપર બળ પ્રયોગ કરવો નહીં અને અપશબ્દો બોલી કોઈનું અપમાન કરવું નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે