ગ્રહોના રાજકુમારની 13 ડિસેમ્બરે બદલાશે સ્થિતિ, ધનુ સહિત 6 રાશિવાળાને લાગશે લોટરી, ભાગ્ય ખુલી જશે

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવ્યો છે. જાતકની કુંડળીમાં જો બુધ ઉચ્ચનો હોય તો વ્યક્તિ ખુબ જ પ્રભાવશાળી હોય છે. બુધને જ્ઞાન, બુદ્ધિ અને સૌભાગ્યનો સ્વામી ગણવામાં આવ્યો છે. આવામાં બુધ જ્યારે રાશિ પરિવર્તન કરે છે કે એક રાશિથી બીજી રાશિમાં વક્રી થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર જોવા મળતી હોય છે

ગ્રહોના રાજકુમારની 13 ડિસેમ્બરે બદલાશે સ્થિતિ, ધનુ સહિત 6 રાશિવાળાને લાગશે લોટરી, ભાગ્ય ખુલી જશે

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવ્યો છે. જાતકની કુંડળીમાં જો બુધ ઉચ્ચનો હોય તો વ્યક્તિ ખુબ જ પ્રભાવશાળી હોય છે. બુધને જ્ઞાન, બુદ્ધિ અને સૌભાગ્યનો સ્વામી ગણવામાં આવ્યો છે. આવામાં બુધ જ્યારે રાશિ પરિવર્તન કરે છે કે એક રાશિથી બીજી રાશિમાં વક્રી થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર જોવા મળતી હોય છે. જ્યોતિષોના જાણકારો મુજબ ડિસેમ્બર 2023માં બુધ 13 ડિસેમ્બરે બપોર પછી ધનુ રાશિમાં વક્રી થશે અને 28 ડિસેમ્બરના રોજ પાછા વૃશ્ચિક રાશિમાં જશે. બુધ કન્યા રાશિના માલિક છે અને આવામાં આ રાશિના જાતકોને વિશેષ રીતે પ્રભાવિત કરે છે. બુધના વક્રી થવાથી કઈ રાશિના જાતકોને શુભ પરિણામ જોવા મળશે તે ખાસ જાણો. 

મેષ રાશિ
બુધના વક્રી  થવાથી મેષ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. બુધના પ્રભાવથી આ રાશિના લોકો સરળતાથી બીજાને પ્રભાવિત કરવામાં સફળ થશે. આ સાથે જ આવનારા લગભગ એક મહિના સુધી આર્થિક લાભ મળશે. પરિવારના કોઈ પણ સભ્યની સરકારી નોકરી લાગી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને આ સમયમાં સકારાત્મક પરિણામ મળશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. ધાર્મિક કાર્યોમાં રસ લેશો. પરિવારનો સહયોગ મળશે. 

મિથુન રાશિ
આ રાશિના જાતકો ઉપર પણ બુધ  વક્રી થતા સકારાત્મક પરિણામ જોવા મળશે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પરિણીતોનું લગ્નજીવન સારું રહેશે. મિથુન રાશિવાળા આ સમય દરમિયાન જો કોઈ બિઝનેસમાં ભાગીદારી કરશે તો તેમને લાભ થશે. આવનારા સમયમાં આર્થિક સ્થિતિ સારી રહેશે. 

સિંહ રાશિ
બુધના વક્રી થવાથી સિંહ રાશિના જાતકો પર પ્રભાવ પડશે. નોકરીયાતો માટે પ્રગતિના રસ્તા  ખુલશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાઓને સફળતા મળી શકે છે. પરિણીતોની સ્થિતિ સારી રહેશે. અપરિણીતો કોઈને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. રોકાણમાં સારું રિટર્ન મળવાની શક્યતા છે. 

કન્યા રાશિ
બુધ દેવ કન્યા રાશિના સ્વામી છે. આથી આવનારો સમય આ રાશિ માટે ખુબ સારા પરિણામ લાવનારો સાબિત થઈ શકે છે. નવા સંબંધો બનશે અને કોટુંબિક જીવન સારું થશે. નવો બિઝનેસ શરૂ કરવાની યોજના બની શકે છે. સમસ્યાઓનું સમાધાન સફળતાપૂર્વક કરી શકશો. 

ધનુ રાશિ
બુધનું 13 ડિસેમ્બરે વક્રી થવું એ આ રાશિના જાતકો માટે શુભ પરિણામ લાવનારું બની રહેશે. ધન સંપત્તિના મામલે લાભના યોગ છે. પ્રોપર્ટી ખરીદવા માટે યોગ બની રહ્યા છે. વાણી પ્રભાવશાળી બનશે અને બીજાને સરળતાથી પ્રભાવિત કરી શકશો. આર્થિક લાભ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news