Budhwar Upay: નોકરીમાં ઝડપથી મળશે પ્રમોશન અને પગાર વધારો, બુધવારે કાર્યસ્થળ પર કરો આ ઉપાય

Budhwar Upay: જ્યોતિષશાસ્ત્રમાં બુધવારના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાયનું પણ વિધાન છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો તમે પણ આર્થિક સંકટથી મુક્તિ મેળવવા માંગો છો તો બુધવારના દિવસે જ્યારે તમે ભગવાનની પૂજા કરો ત્યારે આ ત્રણમાંથી કોઈ એક ઉપાય અચૂક કરી લેવો.
 

Budhwar Upay: નોકરીમાં ઝડપથી મળશે પ્રમોશન અને પગાર વધારો, બુધવારે કાર્યસ્થળ પર કરો આ ઉપાય

Budhwar Upay: સનાતન ધર્મમાં બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ગણેશજીને સમર્પિત કહેવામાં આવ્યો છે. આ દિવસે તેમના નિમિત્તે વ્રત પણ રાખવામાં આવે છે. આ સાથે જ બુધવારના દિવસે બુધ ગ્રહની ઉપાસના પણ કરવામાં આવે છે. જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી સૌભાગ્ય અને આવકમાં વૃદ્ધિ થાય છે. 

જ્યોતિષશાસ્ત્રમાં બુધવારના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાયનું પણ વિધાન છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો તમે પણ આર્થિક સંકટથી મુક્તિ મેળવવા માંગો છો તો બુધવારના દિવસે જ્યારે તમે ભગવાનની પૂજા કરો ત્યારે આ ત્રણમાંથી કોઈ એક ઉપાય અચૂક કરી લેવો. 

બુધવારે કરવાના ઉપાય

- જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ સતત આવતી હોય તો આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માટે દર બુધવારે સ્નાન કરી ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરો. ત્યાર પછી ભગવાન ગણેશને સમીના પત્તા અર્પણ કરો અને તેમની આરતી ઉતારો. ત્યાર પછી આ પાનને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારી આવકમાં વધારો થવા લાગશે 

- જો તમને વેપાર અને નોકરીમાં પ્રગતિ કરવી હોય તો બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો. ત્યાર પછી આખા મગનું દાન કરો. દર બુધવારે આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થાય છે અને સાથે જ ધનની આવક વધવા લાગે છે.

- જો તમે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની ઈચ્છા રાખો છો તો કાર્ય સ્થળ પર બુધવારના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી દર બુધવારે ગણેશજીની પૂજા કરો. 

- જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારના દિવસે ગણપતિ સાથે માં ગૌરીની પૂજા કરો માતા ગૌરીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો. આ ઉપાય 16 બુધવાર સુધી કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news