Vastu Tips: સપ્તાહના આ દિવસે અને મહિનાની આ તિથિએ મંદિર કરીને જ કરવી પૂજા, આ નિયમ છે સૌથી મહત્વનો

Vastu Tips: ઘરમાં મંદિર સૌથી પવિત્ર અને ખાસ સ્થાન ગણાય છે. આ જગ્યાનું વિશેષ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેને સંબંધિત નિયમો પણ છે જેનું પાલન થાય તો ઘરમાં બરકત વધે છે.

Vastu Tips: સપ્તાહના આ દિવસે અને મહિનાની આ તિથિએ મંદિર કરીને જ કરવી પૂજા, આ નિયમ છે સૌથી મહત્વનો

Vastu Tips: ઘરમાં મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. મંદિરમાંથી જ આખા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. અહીં રોજ પૂજા-પાઠ કરવામાં આવે છે. મંદિર સંબંધિત કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મમાં જણાવવામાં આવ્યા છે. ખાસ કરીને મંદિરની સફાઈને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા સ્થળની જો સાફ-સફાઈ કરવી હોય તો તે કયા દિવસે કરવી જોઈએ અને કઈ તિથિ પર કરી શકાય તે આજે તમને જણાવીએ. 

હિન્દુ ધર્મમાં ઘરની સાફ-સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જે ઘરમાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી-દેવતાનો વાસ થાય છે. જે રીતે ઘરની સ્વચ્છતાનું નિયમિત ધ્યાન રાખવામાં આવે છે તે રીતે ઘરના મંદિરની સફાઈનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મંદિરની સાફ સફાઈ કોઈપણ દિવસે કરવા બેસી જવું તે યોગ્ય નથી. પૂજા સ્થળની સાફ સફાઈ કરવી હોય આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો. 

રોજ તમે મંદિરની સફાઈ નથી કરી શકતા તો દર શનિવારે મંદિરની સફાઈ કરવી જોઈએ. શનિવારનો દિવસ મંદિરની સાફ-સફાઈ કરવા માટે શુભ છે. આ દિવસે મંદિર સાફ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

આ સિવાય હિન્દુ ધર્મમાં દર મહિનાની અમાસની તિથિ પર પણ મંદિરમાં પૂજા કરતા પહેલા સફાઈ કરવાનું જણાવ્યું છે. આ સિવાય તહેવાર સમયે પૂજા કરતા પહેલા પણ મંદિરની સફાઈ કરવી જોઈએ. 

ક્યારે ન કરવી મંદિરની સફાઈ? 

- રાતનો સમય ભગવાનના વિશ્રામનો સમય હોય છે તેથી આ સમયે મંદિરની સફાઈ કરવી નહીં. મંદિરની સફાઈ હંમેશા દિવસે કરવી જોઈએ. 

- પૂજા કર્યા પછી તુરંત મંદિર સાફ કરવું નહીં તેનાથી સકારાત્મક ઊર્જા પણ દૂર થઈ જાય છે. 

- જ્યાં સુધી મંદિરમાં દીવો કે ધૂપ ચાલતો હોય ત્યાં સુધી પણ મંદિર સાફ કરવું નહીં. 

- આ સિવાય ગુરૂવારના દિવસે મંદિરની સફાઈ ક્યારેય કરવી નહીં. 

- તિથિની વાત કરીએ તો એકાદશીની તિથિ હોય ત્યારે પણ મંદિરની સફાઈ કરવી અશુભ ગણાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news