Budh Uday 2023: દિવાળીના બીજા જ દિવસથી શરુ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, બુધ ગોચરથી મળશે અપાર ધન

Budh Uday 2023: ત્રણ રાશિ એવી છે જેમને બુધ ગ્રહનું ઉદય થવું લાભ કરાવશે. એમ કહી શકાય કે આ રાશિના લોકોના જીવનનો ગોલ્ડન પિરિયડ 13 નવેમ્બરથી શરૂ થશે. જેમાં તેઓ સફળતાના શિખરો સર કરશે.

Budh Uday 2023: દિવાળીના બીજા જ દિવસથી શરુ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, બુધ ગોચરથી મળશે અપાર ધન

Budh Uday 2023: દિવાળીની રોનક અત્યારથી જ દેખાવા લાગી છે. દર વર્ષે આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ વર્ષનો આ સમય ખૂબ જ ખાસ હોય છે. જોકે આ વર્ષે નવેમ્બર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બરમાં દિવાળીની ઉજવણી સાથે કેટલાક મહત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા શનિ અને શુક્રનું રાશિ પરિવર્તન થયું છે અને હવે દિવાળીના બીજા જ દિવસે ધન, વેપાર, વાણી, તર્ક અને બુદ્ધિનો કારક ગ્રહ બુધ ઉદય થવા જઈ રહ્યો છે. 12 નવેમ્બર અને રવિવારે દિવાળી ઉજવાશે અને બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરે બુધ ગ્રહનો ઉદય થશે.

બુધ ગ્રહનો વૃશ્ચિક રાશિમાં ઉદય થશે જેના કારણે કેટલીક રાશિના લોકોને કારકિર્દી અને વેપારમાં લાભ થવા લાગશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમને બુધ ગ્રહનું ઉદય થવું લાભ કરાવશે. એમ કહી શકાય કે આ રાશિના લોકોના જીવનનો ગોલ્ડન પિરિયડ 13 નવેમ્બરથી શરૂ થશે. જેમાં તેઓ સફળતાના શિખરો સર કરશે.

બુધના ઉદય થવાથી આ રાશિઓને થશે લાભ

કન્યા રાશિ

બુધ ગ્રહનું ઉદય થવું કન્યા રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન ભાઈ બહેન તરફથી અભૂતપૂર્વ સહયોગ મળશે. કારકિર્દીમાં પણ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો આ સમયે અચાનક ધન લાભ પણ થઈ શકે છે સાહસ અને ઊર્જામાં વધારો થશે જીવનમાં એક પછી એક ખુશીઓ આવશે. વેપારમાં નફો વધશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને બુધનું ઉદય થવું વિશેષ લાભ આપશે. આ રાશિમાં જ બુધ ઉદય થશે જેના કારણે આ રાશિના લોકોની પર્સનાલિટી આકર્ષક બનશે. કાર્યશૈલી પણ સારી રહેશે અને બુદ્ધિમતાના દમ પર તમે સારા નિર્ણય લઈ શકશો. આ સમયે લીધેલા નિર્ણયથી ફાયદો થશે કારકિર્દીની દ્રષ્ટિએ આ ઉત્તમ સમય વૈવાહિક જીવન પણ સારું રહેશે.

મકર રાશિ

બુધ ગ્રહનું ઉદય થવું મકર રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. આ સમય દરમિયાન એક કરતાં વધારે આવકના સ્ત્રોત સામે આવશે અને આવકમાં વધારો થવાથી આર્થિક સમસ્યા દૂર થશે. વેપારી વર્ગને નફો થશે. આ સમય રોકાણ કરવા માટે પણ યોગ્ય છે. જોખમ ભરેલા રોકાણથી પણ સારું રિટર્ન મળી શકે છે. આ સમય દરમિયાન પારિવારિક સુખમાં વધારો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news