IND vs AUS World Cup 2023 Final: વર્લ્ડકપની ફાઇનલમાં કયા-કયા કાર્યક્રમો યોજાશે, જાણો વિગતો
Ind vs Aus Wold Cup 2023 Final: વિશ્વ કપની ફાઇનલ મેચના દિવસે એટલેકે, આજે પહેલીવાર એવું બનશે કે તમામ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું વિશેષરૂપથી સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત એર શો પણ આકર્ષણ જમાવશે. ત્યાર બાદ સાંજે મેચ બાદ રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં બોલીવુડના ગીતોની રમઝટ બોલાશે.
Trending Photos
India vs Australia Final: અમદાવાદને આંગણે આવ્યો છે અનેરો અવસર. અમદાવાદ બનવા જઈ રહ્યું છે ઈતિહાસનું સાક્ષી. ગુજરાતને મળી છે ગૌરવવંતી ક્ષણો. ચારેય તરફ છવાયો છે ક્રિકેટ વર્લ્ડ કપનો ફિવર. ત્યારે અમદાવાદમાં આવેલાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ. એક તરફ હશે ઓસ્ટ્રેલિયા અને બીજી તરફ હશે ભારત. બન્ને દેશોના વડાઓ પણ આ મેચ નીહાળવા સ્ટેડિયમમાં હાજર રહેશે. ત્યારે દિવસ દરમિયાન ક્યારે કયા કાર્યક્રમો યોજાશે તેની વિગતો જાણો....
વિશ્વ કપની ફાઇનલ મેચના દિવસે એટલેકે, આજે પહેલીવાર એવું બનશે કે તમામ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું વિશેષરૂપથી સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત એર શો પણ આકર્ષણ જમાવશે. ત્યાર બાદ સાંજે મેચ બાદ રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં બોલીવુડના ગીતોની રમઝટ બોલાશે. આ ઉપરાંત લેઝર લાઈટનો સ્પેશિયલ શો પણ યોજાશે. ત્યાર બાદ વિજેતા ટીમ માટે આતીશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતમાં તેની બે મેચ હારી ગઈ હતી અને ત્યારબાદ શાનદાર વાપસી કરીને ફાઇનલમાં પહોંચી છે. ત્યારે અંતિમ મેચ એટલેકે, ફાઈનલ મેચમાં પણ રોહિતની સેનાની રફ્તાર કોઈ નહીં રોકી શકે. ફાઈનલ મેચ જીતીને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પાસેથી વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં હારનો બદલો પુરો કરશે.
મેચ દરમિયાન થશે એર શોઃ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પહેલા શુક્રવારે એર શો માટે પ્રેક્ટિસ કરી હતી. ગુજરાત ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે સૂર્ય કિરણ ટીમે સ્ટેડિયમમાં ભવ્ય રિહર્સલ કર્યું હતું અને ફાઇનલ શો પહેલા શનિવારે રિહર્સલ પણ કરવામાં આવશે. આઈસીસીએ એર શોના રિહર્સલનો વીડિયો પણ શેર કર્યો છે.
એરોબેટિક ટીમ ફાઈનલ મેચની શરૂઆત પહેલા 10 મિનિટ સુધી લોકોને રોમાંચિત કરશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના દ્વારા જણાવાયું છેકે, " ફાઇનલ મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે શુક્રવારે સ્ટેડિયમમાં રિહર્સલ રાખવામાં આવ્યું હતું." સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે નવ એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશમાં અનેક એર શો કર્યા છે. વિજય નિર્માણમાં સૂર્ય કિરણ ટીમના પ્રદર્શનની વિશેષતા લૂપ મેન્યુવર્સ, બેરલ રોલ મેન્યુવર્સ અને એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આકાશમાં વિવિધ આકારો બનાવવાનો છે.
15 મિનિટનું આ પ્રદર્શન રવિવારે સાંજે 5:30 કલાકે થશે. આ દિવસે એક ઐતિહાસિક ઘટના બનશે. વિશ્વ કપની ફાઇનલ મેચના દિવસે પ્રથમ વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું સન્માન કરવામાં આવશે. આ તમામ કેપ્ટનોનું બીસીસીઆઈ દ્વારા સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવશે. જેમ જેમ દરેક ચેમ્પિયન કેપ્ટન FOP પર જશે, ત્યારે તેમની જીતની ક્ષણોની 20-સેકન્ડની હાઇલાઇટ રીલ સતત બદલાતી ICC મેન્સ CWC ટ્રોફી સાથે મોટા સ્ક્રીન પર બતાવવામાં આવશે.
દરેક વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન BCCI/STAR નિયુક્ત એન્કર સાથે વાતચીતમાં તેમની વર્લ્ડ કપ જીતનું વર્ણન કરશે. આ તમામ ભૂતપૂર્વ કેપ્ટનોને BCCI દ્વારા સન્માનિત કરવામાં આવશે અને તેમને ખાસ CWC 2023 બ્લેઝર ભેટમાં આપવામાં આવશે. વિશેષ રીતે સન્માન કરવામાં આવશે. અત્યાર સુધીના ચેમ્પિયન કેપ્ટનોને ખાસ બ્લેઝર આપવામાં આવશે. ફાઈનલ મેચમાં પ્રથમ દાવના અંત પછી આ સન્માન સમારોહ યોજાશે. આ ઈવેન્ટ માટે એમએસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે.
લાઈટ એન્ડ સાઉન્ડ શોઃ
વિશ્વ કપ ફાઇનલ સમારોહમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવા લોકપ્રિય ગાયક પ્રીતમ તેની 500 ગાયકો અને નર્તકોની ટીમ સાથે થીમ પાર્ટીમાં પરફોર્મ કરશે. બીજી ઈનિંગના ડ્રિંક બ્રેક વખતે રાત્રે 8:30 કલાકે 90 સેકન્ડ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે. આ શો યુકેની કંપની લેઝર મેજિક પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવશે અને વર્લ્ડ કપ વિજેતા ટીમને આકાશી ફટાકડાથી સન્માનિત કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે