મંદિરમાં તમે તો આ ભૂલ નથી કરતા ને? જાણો ઘંટ ક્યારે વગાડવો અને ક્યારે ન વગાડવો

આપણે મંદિર જતા હોઈએ છીએ અને ઘંટ પણ વગાડીએ છીએ. લોકોને એ તો ખબર છે કે મંદિર જતી વખતે ઘંટ વગાડવો જોઈએ. પરંતુ ત્યારબાદ આરતીમાં કે નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ કે નહીં તે વિશે સાચી માહિતી હોતી નથી.

મંદિરમાં તમે તો આ ભૂલ નથી કરતા ને? જાણો ઘંટ ક્યારે વગાડવો અને ક્યારે ન વગાડવો

હિન્દુ ધર્મમાં મંદિરોમાં જવાના પણ અનેક નિયમો છે. જેના વિશે લોકો અજાણ છે. લોકો એટલું વિચારતા નથી અને અનેકવાર એ નિયમો મુજબ પૂજાપાઠ કરતા નથી. જો કે આસ્થાથી તમે કઈ પણ કરો તો તેમાં કશું ખોટું હોતું નથી પરંતુ જો તમે વિધિ વિધાનથી પૂજાપાઠ કરશો અને તેમાં અનુશાસન લાવશો તો તમને પણ સંતોષ થશે. આપણે મંદિર જતા હોઈએ છીએ અને ઘંટ પણ વગાડીએ છીએ. લોકોને એ તો ખબર છે કે મંદિર જતી વખતે ઘંટ વગાડવો જોઈએ. પરંતુ ત્યારબાદ આરતીમાં કે નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ કે નહીં તે વિશે સાચી માહિતી હોતી નથી.

મંદિરમાં પ્રવેશ પહેલા કેમ વગાડવામાં આવે છે ઘંટ?
હિન્દુ ધર્મમાં ઘંટી વગાડવાની પરંપરા પ્રાચીન કાળથી જ છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ ઘંટી વગાડવાથી દેવી દેવતાઓ જાગૃત થાય છે અને વાતાવરણમાં નકારાત્મકતા પણ સમાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાનને ઘંટ, શંખ વગેરેનો અવાજ પ્રિય હોય છે. પુરાણોનું માનીએ તો મંદિરમાં ઘંટ વગાડવાથી માણસોના પાપ નષ્ટ થાય છે. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી તે સમયે જે અવાજ ગૂંજ્યો હતો તે અવાજ ઘંટ વગાડીએ ત્યારે આવે છે. 

મંદિરમાંથી નીકળતી વખતે વગાડવો કે નહીં?
શાસ્ત્રો મુજબ મંદિરમાં 2-3 વાર કરતા વધુ ઘંટ વગાડવો જોઈએ નહીં. જોર જોરથી પણ ઘંટ ન વગાડવો જોઈએ. મંદિર કે ઘરમાં સવાર અને સાંજના સમયે ઘંટ જરૂર વગાડવો જોઈએ.  જેથી કરીને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર રહે. મંદિર જતી વખતે અને આરતી સમયે ઘંટ વગાડવો એ યોગ્ય છે પરંતુ વધુ નહીં. મંદિરથી નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ નહીં. પૂજા કર્યા બાદ પાછા ફરતી વખતે ઘંટી વગાડવી એ નિયમ વિરુદ્ધ છે. તેની પાછળનો એક તર્ક એ છે કે જેવા તમે કોઈના ઘરે જાઓ છો તો ઘંટી (બેલ) વગાડો છો, પરંતુ નીકળતી વખતે નથી વગાડતા. એ જ રીતે મંદિરમાંથી નીકળતી વખતે પણ આમ કરવું યોગ્ય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news