ચંદ્રમા-શુક્રની યુતિએ બનાવ્યો દુર્લભ યોગ! આ રાશિવાળાને સમજો લોટરી લાગી, છપ્પરફાડ ધનલાભ થશે
Trending Photos
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોમાંથી એક ચંદ્રમાને ખુબ ઝડપી ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. ચંદ્રમાં અઢી દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે. આ દરમિયાન ચંદ્રદેવ વિવિધ રાશિઓ સાથે યુતિ પણ બનાવે છે જેનો પ્રભાવ જાતકોની માનસિક સ્થિતિ, ધન દૌલત અને સંબંધો પર જોવા મળે છે. જ્યોતિષ ગણતરી મુજબ 8 ડિસેમ્બરના રોજ ચંદ્રદેવ તુલા રાશિમાં પ્રવેશ્યા છે. જ્યાં તુલા રાશિમાં પહેલેથી જ શુક્ર ગ્રહ બિરાજમાન છે. ચંદ્રદેવના તુલા રાશિમાં પ્રવેશથી શુક્ર અને ચંદ્રમાની યુતિ બની છે. જેનાથી કલાત્મક રાજયોગનું નિર્માણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખુબ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષના જણાવ્યાં મુજબ ચંદ્રદેવ પ્રત્યેક અઢી દિવસમાં પોતાનું રાશિ પરિવર્તન કરે છે પરંતુ અનેક વર્ષો બાદ આવો અદભૂત સંયોગ બની રહ્યો છે કે જ્યારે 8 ડિસેમ્બરના રાતે 9.35 વાગે ચંદ્રદેવ તુલા રાશિમાં પ્રવેશ કર્યો જ્યાં પહેલેથી જ તુલા રાશિમાં શુક્ર ગ્રહ છે. શુક્ર અને ચંદ્રના તુલામાં હોવાથી કલાત્મક રાજયોગનું નિર્માણ થાય છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને તો ખુબ જ લાભ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને સંપત્તિમાં લાભ થઈ શકે છે. ઘર તથા ગાડી ખરીદવાની યોજના ઘડી રહ્યા હોવ તો સારું ફળ મળશે. માતા પિતાના આશીર્વાદ મળશે. કૌટુંબિક જીવન સારું રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. જીવનમાં ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે કલાત્મક યોગ બનવાથી ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જીવનમાં સારા પરિણામ જોવા મળશે. નોકરી અને વેપારમાં વધારો થશે. ધનનો લાભ થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે કલાત્મક યોગ ખુબ શુભ સાબિત થશે. કરિયરનો યોગ્ય દિશામાં વિકાસ થશે. વેપારમાં લાભ થશે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. નવું વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. આ સાથે જ વિદેશ મુસાફરીનો યોગ પણ બની રહ્યો છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે