Navratri 2023: આજે નવરાત્રિનું ચોથું નોરતું, જાણો કઈ રીતે કરવી જોઈએ માતા કૂષ્માંડાની આરાધના

આજે  નવરાત્રિના તહેવારનું ચોથું નોરતું છે. નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન માતાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ પર્વમાં ચોથા દિવસે મા કૂષ્માંડા દેવીનું પૂજન કરવામાં આવે છે. દુર્ગા માતાના મા કૂષ્માંડા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ચોથું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે. નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. આજે મા કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.
Navratri 2023: આજે નવરાત્રિનું ચોથું નોરતું, જાણો કઈ રીતે કરવી જોઈએ માતા કૂષ્માંડાની આરાધના

Navratri 2023: આજે  નવરાત્રિના તહેવારનું ચોથું નોરતું છે. નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન માતાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ પર્વમાં ચોથા દિવસે મા કૂષ્માંડા દેવીનું પૂજન કરવામાં આવે છે. દુર્ગા માતાના મા કૂષ્માંડા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ચોથું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે. નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. આજે મા કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.

કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. એમની મધુર મુસ્કાન આપણા જીવની શક્તિનું સંવર્ધન કરતાં આપણને કઠીન માર્ગમાં પણ હસતા હસતા ચાલી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે.

એમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે. માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ, શોક મટી જાય છે. એમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માં, કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. આજના દિવસે પ્રથમ માંનો ધ્યાન મંત્ર બોલી એમનું આહવાન કરવામાં આવે છે અને પછી એમના મંત્રજાપ કરી એમની આરાધના કરવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news