ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું વરસાદી જોખમ, અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક, જુઓ Video
Gujarat Rain Prediction: ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ બધા વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમનું એવું પણ કહેવું છે કે આ વખતે ચોમાસું એકદમ અલગ છે.
Trending Photos
Gujarat Rain Prediction: ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ બધા વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમનું એવું પણ કહેવું છે કે આ વખતે ચોમાસું એકદમ અલગ છે. આવતા મહિનામાં ઓગસ્ટમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે આાગામી 24 કલાક ભારે વરસાદનું વહન લઈને આવી રહ્યા છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આ વરસાદનું વહન સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં વડોદરા, સાવલી, આણંદ, નડિયાદ, ખેડા, અને અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગોધરા, દાહોદ ઉપરાંત છોટા ઉદેપુર અને પાવાગઢના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. મહેસાણાથી ચોટીલા સુધીના સળંગ પટ્ટામાં વરસાદની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલે કહ્યું કે દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો જેમ કે હળવદ, સુરેન્દ્રનગર, ધાંગ્રધ્રા, મોરબી વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ જિલ્લાના વિસ્તારો જેમ કે સાણંદ, વિરમગામમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં કડી, બેચરાજી, સામી, હારિજ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુરમાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છમાં ભચાઉથી અંજાર સુધીના વિસ્તારોમાં પુન:વરસાદ પડી શકે છે. રાપર અને અબડાસામાં પણ વરસાદની શક્યતા છે. આદિપુર, નખત્રાણા, ભૂજના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. માંડવીમાં પણ વરસાદની શક્યતા રહેશે.
આ સાથે તેમણે કહ્યું કે આ વરસાદમાં પવનનું જોર રહેશે. બાગાયતી પાકમાં કલમ પડી ના જાય તેનું ધ્યાન રાખવું પડશે. આ વરસાદથી કેટલાક ભાગોમાં ઠંડરસ્ટોર્મ...ગાજવીજ, તોફાન અને પવન ફૂંકાઈ શકે છે.
આજની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે આજની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે જ્યાં પડે છે ત્યાં એકાએક પડી જાય છે. તેમણે એમ પણ કહ્યું કે સાબરમતીના કાંઠા વિસ્તારોમાં વરસાદના કારણે નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર પટેલ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે સમયાંતરે લો પ્રેશર બને છે જેના કારણે ભારે વરસાદ પડે છે.
વધુ વિગતો માટે જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે