માયાવી ગ્રહ રાહુ કરશે રાશિ પરિવર્તન, એક જ ઝટકે માલામાલ બની જશે આ 3 રાશિવાળા!

Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે.

માયાવી ગ્રહ રાહુ કરશે રાશિ પરિવર્તન, એક જ ઝટકે માલામાલ બની જશે આ 3 રાશિવાળા!

Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે. રાહુ અને કેતુ ગ્રહ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ રાહુ ગોચર કરવા જઈ રહ્યો છે. રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓવાળા પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને રાહુ ગોચર તગડો લાભ કરાવશે. ધનલાભ, ઊંચુ પદ અને પ્રતિષ્ઠા અપાવશે. 

રાહુ ગોચર કરાવશે ભાગ્યોદય...

વૃશ્ચિક રાશિ
રાહુ ગોચર વૃશ્ચિક રાશિવાળાને ખુબ શુભ ફળ આપશે. આ જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. રોકાણથી લાભ થશે. શેર માર્કેટ, સટ્ટા, લોટરી સંલગ્ન જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે. ઝડપથી ફાયદો થશે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. 

મકર રાશિ
રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ લોકોનું સાહસ અને પરાક્રમ વધશે. તમે લોકો પર વિજય મેળવી શકશો. કોઈ મોટી સફળથા કે ઉપલબ્ધિ મેળવી શકશો. વિદેશ સંલગ્ન કામ કરનારાઓને ધનલાભ થશે. તમારા ભાઈ બહેનનો સહયોગ તમારા માટે મોટો સપોર્ટ સાબિત થઈ શકે છે. સંપત્તિ ખરીદવાનો યોગ છે. 

કુંભ રાશિ
હાલ આ સમયમાં શનિ તમારી રાશિ કુંભમાં છે અને માર્ચ 2025 સુધી રહેશે. શનિ અને રાહુ મિત્ર છે ગ્રહ છે એટલે રાહુ ગોચર કુંભ રાશિવાળાને લાભ કરાવશે. આ લોકોને આકસ્મિક ધનલાભ કરાવશે જે આર્થિક સ્થિતિમાં જબરદસ્ત વધારો કરશે. નોકરીયાતોને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news