મચ્છર મારવાના રૈકેટમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? જાણો ઝટકો લાગે તો શું થાય ?
Mosquito Racket Current Effect: માર્કેટમાં એવી ઘણી બધી વસ્તુઓ મળે છે જે મચ્છરથી આપણી રક્ષા કરે છે. પરંતુ તેમાંથી સૌથી વધારે ઉપયોગ મચ્છર મારવાના રેકેટનો થાય છે. આ રેકેટથી બાળકોને દુર રાખવા જોઈએ કારણ કે...
Trending Photos
Mosquito Racket Current Effect: મચ્છર કરડવાથી ડેંગ્યુ સહિતની ઘણી બીમારીઓ થઈ શકે છે તેથી લોકો મચ્છરથી બચવા માટે ઘણા ઉપાય કરે છે. માર્કેટમાં એવી ઘણી બધી વસ્તુઓ મળે છે જે મચ્છરથી આપણી રક્ષા કરે છે. પરંતુ તેમાંથી સૌથી વધારે ઉપયોગ મચ્છર મારવાના રેકેટનો થાય છે. આ રેકેટની મદદથી મચ્છરને મારવામાં આવે છે. આ પ્રકારના રેકેટ બેટરી પર કામ કરતા હોય છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાય છે.
આ પણ વાંચો:
મચ્છરનું રેકેટ રિચાર્જેબલ 400 એમએએચ બેટરી દ્વારા સંચાલિત હોય છે. એક વખત ચાર્જ કર્યા પછી 30 દિવસ સુધી ચાલી શકે છે. તેને ખાસ આકારમાં તૈયાર કરવામાં આવ્યું હોય છે. જેથી તે દરેક જગ્યાએ ઉપયોગમાં આવી શકે. આ પ્રકારના રેકેટ એબીએસ પ્લાસ્ટિક દ્વારા બનાવવામાં આવે છે.
આ રેકેટ 1500 એમએએચ બેટરી થી ચાલે છે અને તેને અડવા પર ઝટકો લાગે છે. જોકે આ કરંટ ઓછો હોય છે અને તેનાથી માત્ર મચ્છર મરે છે. આ કરંટ એટલો ઓછો હોય છે કે તેનાથી માણસને નુકસાન થતું નથી. જો તમે રેકેટને હાથથી અડો છો તો તમને હળવો કરંટ લાગશે. આ કરંટ મચ્છર સહિતના જીવજંતુને મારી શકે છે. પરંતુ તેમ છતાં નાના બાળકોને આ રેકેટથી દૂર રાખવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે