Shani Sada Sati: હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત અને 2025થી કોને લાગશે સાડાસાતી?

‘यत् पिण्डे तत् ब्रह्माण्डे ના સિદ્ધા મુજબ જ્યારે પણ આકાશમાં હલચલ થાય છે એટલે કે કેઓ ગ્રહ વક્રી  માર્ગી થાય છે, ઉદય કે અસ્ત થાય અથવા તો રાશિ પરિવર્તન થાય તો તેની સીધી  અસર ધરતી પર મનુષ્ય પર જોવા મળે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો શનિની સાડા સાતી અને ઢૈય્યા ભોગવવી પડે છે. 

Shani Sada Sati: હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત અને 2025થી કોને લાગશે સાડાસાતી?

હાલમાં શનિ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરે છે. કુંભ રાશિમાંથી ત્યારબાદ તેઓ 2025ના માર્ચ મહિનામાં મીન રાશિમાં ગોચર કરશે. હાલ કુંભ રાશિમાં હોવાથી એક રાશિ આગળ એટલે કે મીન રાશિ અને એક રાશિ પાછળ એટલે કે મકર રાશિવાળા માટે તથા કુંભ રાશિવાળા માટે સાડા સાતી રહે છે. મકર રાશિવાળા માટે ઉતરતી અને મીન રાશિવાળા માટે ચડતી સાડા સાતી કહેવાય. જે દિવસે શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે તે દિવસથી બે રાશિઓ માટે સાડા સાતીની પરિભાષા બદલાઈ જશે, એ નવી રાશિ પર સાડા સાતી શરૂ થશે અને એક રાશિ સાડા સાતીમાંથી મુક્ત થઈ જશે. 

શનિગોચરથી કોની ઉતરશે સાડાસાતી
જ્યારે શનિ 29 માર્ચ 2025ના રોજ રાશિ પરિવર્તન કરશે તો તે પરિવર્તનના ફળ સ્વરૂપે 29 માર્ચના રોજ મકર રાશિની સાડા સાતી સમાપ્ત થઈ જશે અને એક નવી રાશિ મેષ રાશિની સાડા સાતી શરૂ થશે. મેષ રાશિ પર ચડતી સાડા સાતી કહેવાશે, મીન રાશિ પર મધ્ય સાડા સાતી અને કુંભ રાશિની ઉતરતી સાડા સાતી કહેવાશે. સટીક ગણતરી માટે શનિના વક્રી-માર્ગી થવા ઉપર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. જેથી કરીને સાડા સાતીની ગણતરી યોગ્ય રીતે થઈ શકે. 

2025થી કોને લાગશે સાડાસાતી
29 માર્ચ 2025ના રોજથી શનિના મીન રાશિમાં પ્રવેશની સાથે જ કુંભ, મીન અને મેષ રાશિ પર સાડા સાતી રહેશે. મીન રાશિમાં શનિ ગોચરથી કુંભની ઉતરતી સાડાસાતી, મીન રાશિની મધ્ય સાડા સાતી અને મેષ રાશિની ચડતી સાડા સાતી રહેશે.

કઈ રાશિ પર ક્યારે શરૂ થશે સાડા સાતી

મેષ રાશિ- 29 માર્ચ 2025થી 31 મે 2032 સુધી

વૃષભ રાશિ- 3 જૂન 2027થી 13 જુલાઈ 2034 સુધી

મિથુન રાશિ- 8 ઓગસ્ટ 2029થી 27 ઓગસ્ટ 2036 સુધી

કર્ક રાશિ- 31 મે 2032થી 22 ઓક્ટોબર 2038 સુધી

સિંહ રાશિ- 13 જુલાઈ 2034થી 29 જાન્યુઆરી 2041 સુધી

કન્યા રાશિ- 27 ઓગસ્ટ 2036થી 12 ડિસેમ્બર 2043 સુધી

તુલા રાશિ- 22 ઓક્ટોબર 2038થી 8 ડિસેમ્બર 2046 સુધી

વૃશ્ચિક રાશિ- 28 જાન્યુઆરી 2041થી 3 ડિસેમ્બર 2049 સુધી

ધનુ રાશિ- 12 ડિસેમ્બર 2043થી 3 ડિસેમ્બર 2049 સુધી

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news