Shanidev: વર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશે

Shanidev : શનિદેવની કૃપા જેના પર વરસે છે તેઓ કંગાળમાંથી કરોડપતિ બને છે. રંકમાંથી રાજા બને છે. પણ શરત માત્ર એટલી છે કે તેઓ શુભ કર્મો અને આચરણ છોડે નહીં. 139 દિવસ સુધી વક્રી રહ્યા બાદ જ્યારે શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થશે તો કઈ રાશિઓ પર સારી અસર પડશે તે જાણો. 

Shanidev: વર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશે

Shanidev : જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવાનો હોય તો તે પહેલા તેમનો પ્રભાવ ઓછો થવા લાગે છે. આ સાથે જ જ્યારે તેઓ ઉલ્ટી ચાલ ચલે ત્યારે તેમની ફળ આપવાની શક્તિમાં અનિશ્ચિતતા વધુ હોય છે. જ્યારે તેઓ  ફરી માર્ગી થાય ત્યારે તેઓ યોગ્ય પ્રભાવમાં આવી જાય છે અને જાતકોને કર્મ મુજબ યોગ્ય શુભ અશુભ ફળ આપે છે. જૂન 2024ની 29 તારીખે શનિદેવ વક્રી થવાના છે અને તેઓ 139 દિવસ સુધી વક્રી રહેશે. તેમની વક્રી અવસ્થા ખતમ થયા બાદ તેમનો શુભ  પ્રભાવ વધી જશે. 

શનિની કૃપાથી આ રાશિઓને મળશે સારી નોકરી

સિંહ રાશિ
સિંહ રાશિના યુવા જાતકો પર શનિની વક્રી અવસ્થાના સમાપ્ત થયા બાદ શનિદેવ ખુબ અનુકૂળ પ્રભાવ પાડે તેવા યોગ છે. તેઓ એકાગ્રચિત થઈને પોતાનો અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપશે. શનિ કૃપાથી પરીક્ષા પરિણામમાં તેમના પોતાના નામ જોઈને તેમને પરિવારજનોને અને શુભચિંતકોને ખુબ ખુશી થશે. આર્થિક રીતે પણ સમૃદ્ધિ વધશે. 

કર્ક રાશિ
કર્ક રાશિના પ્રતિભાશાળી લોકોને જે વિશેષ અભ્યાસ માટે ધનની કમીથી કોચિંગ કરી શકતા નથી કે સારા પુસ્તકો લઈ શકતા નથી તેમના માટે ધનની વ્યવસ્થા થવાના પ્રબળ યોગ છે. તેઓ ક્રેશ કોર્સ કરીને પરીક્ષામાં સારું પરિણામ લાવશે. સારી ગુણવત્તાવાળા પુસ્તકોના અભ્યાસથી તેઓ સારું પરિણામ લાવવામાં સફળ રહેશે. 

મકર રાશિ
મકર રાશિ શનિ ગ્રહની પોતાની રાશિ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. આ રાશિના યુવા જાતકોનો ભાગ્યદોય થવાનો પ્રબળ યોગ છે. આ રાશિના યુવા જાતકોની મહેનત અને સારા કર્મોથી તેમને આ વર્ષના અંત સુધીમાં તેમની પસંદગીની નોકરી મળવાના યોગ છે. જેનો તમને મોટો ફાયદો થશે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news