Ram Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુર
Ram Navami 2024: રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
Trending Photos
Ram Navami 2024: આ વર્ષે 17 એપ્રિલ અને બુધવારે રામનવમી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. 17 એપ્રિલ અને બુધવાર ચૈત્ર નવરાત્રીનો પણ છેલ્લો દિવસ છે. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો તેથી આ દિવસની ઉજવણી રામ નવમી તરીકે દર વર્ષે દેશભરમાં ઉજવવામાં આવે છે.
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો આજે પણ તમને પણ જણાવ્યા કે રામ નવમીના દિવસે કયા કયા ઉપાય કરી શકાય છે.
ધનલાભ માટે ઉપાય
રામનવમીના દિવસે સાંજના સમયે એક લાલ કપડું લેવું અને તેમાં 11 ગોમતી ચક્ર, 11 કોડી, 11 લવિંગ અને 11 બતાશા બાંધી દેવા. આ વસ્ત્રની પોટલી બનાવી માતા લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો. તે દરમિયાન એક વાટકીમાં પાણી ભરીને રામ રક્ષા મંત્રનો 108 વખત જાપ કરો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધન લાભ થઈ શકે છે.
રોગ મુક્તિ માટે ઉપાય
જો તમે રોગમુક્ત થવા માંગો છો તો રામનવમીની સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યાર પછી હનુમાનજીને રોગમુક્તિ માટે પ્રાર્થના કરો. હનુમાનજી પ્રાર્થના સ્વીકાર કરશે અને તમને રોગમુક્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે.
સુખ શાંતિ માટે ઉપાય
ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે તે માટે રામ દરબાર સામે ઘી અથવા તેલનો દીવો કરો. આ દરમિયાન જય શ્રી રામ મંત્રનો 108 વખત જાપ કરો.
લગ્નમાં આવતી બાધા દૂર કરવા
જો લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યું હોય તો રામનવમીની સાંજે ભગવાન રામ માતા સીતાને હળદર, કંકુ, ચંદન અર્પણ કરો. કામ કરવાથી લગ્નમાં આવતી બાધા દૂર થશે.
સંતાન પ્રાપ્તિ માટે ઉપાય
જો તમે સંતાન પ્રાપ્તિની કામના કરો છો તો રામનવમીના દિવસે એક નાળિયેર લેવું આ નાળિયેરને લાલ કપડામાં બાંધીને માતા સીતાને અર્પણ કરો. આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે