Salman Khan: ક્યારેક ફોન તો ક્યારેક લેટર, સલમાન ખાનને 5 વખત મળી ચુકી છે મારી નાખવાની ધમકી

Salman Khan: રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની ત્યારથી ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગની ઘટના સાથે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકી પણ ચર્ચાનો વિષય બની છે. ફાયરિંગની ઘટના પહેલા 5 વખત સલમાન ખાનને ધમકીઓ મળી ચુકી છે. 

Salman Khan: ક્યારેક ફોન તો ક્યારેક લેટર, સલમાન ખાનને  5 વખત મળી ચુકી છે મારી નાખવાની ધમકી

Salman Khan: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન લાખો લોકોના દિલ પર રાજ કરે છે. સલમાન ખાને અત્યાર સુધીમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. સલમાન ખાનની ફિલ્મી કારકિર્દી જોરદાર રહી છે. પરંતુ તેનાથી વિરુદ્ધ તેની પર્સનલ લાઈફ વિવાદોથી ઘેરાયેલી રહી છે. જેના કારણે સલમાન ખાનને અત્યાર સુધીમાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચુકી છે. 

રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની ત્યારથી ખળભળાટ મચી ગયો છે. જેના કારણે ફરી એકવખત સલમાન ખાન ચર્ચામાં આવી ગયો છે. ફાયરિંગની ઘટના સાથે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકી પણ ચર્ચાનો વિષય બની છે. ફાયરિંગની ઘટના પહેલા 5 વખત સલમાન ખાનને ધમકીઓ મળી ચુકી છે. 

સલમાન ખાનને જોધપુરમાં મારવાની ધમકી

વર્ષ 2028માં લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જોધપુર કોર્ટમાં હાજરી આપવા સલમાન ખાન આવશે ત્યારે તેને મારી નાખવામાં આવશે. 

સલીમ ખાનને લેટર

વર્ષ 2022 માં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકીભર્યો લેટર મળ્યો હતો. આ લેટરમાં લખેલું હતું કે જે હાલ સિદ્ધુ મુસેવાલાનો થયો તે સલમાન ખાનનો પણ થાશે. 

લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ

લોરેન્સ બિશ્નોઈએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પણ ખુલ્લેઆમ કહ્યું હતું કે સલમાન ખાનને મારવો જ તેનો ધ્યેય છે. તેણે કાળા હરણનો શિકાર કર્યો છે જેની માફી તેણે માંગવી જોઈએ નહીં તો તેને મારી નાખશે. 

ધમકીભર્યો ઈમેલ

સલમાન ખાનને 2023 માં ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. સલમાન ખાનની ઓફિસમાં આ ઈમેલ આવ્યા હતા. આ ઈમેલ પછી સલમાન ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી હતી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news