Chaitra Navratri 2021: ચૈત્ર નવરાત્રિ પર 90 વર્ષ બાદ બની રહ્યો છે વિશેષ સંયોગ, આ રીતે કરો કળશ સ્થાપના
Trending Photos
નવી દિલ્હી: હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાના શુકલ પક્ષની પ્રતિપદા તિથિથી જ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. અને આ દિવસથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આજે એટલે કે 13મી એપ્રિલથી શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ પૂરેપૂરા નવ દિવસની છે અને આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરાય છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત મંગળવારથી થઈ રહી છે એટલે દેવી માતા ઘોડે સવાર થઈને આવી રહ્યા છે.
90 વર્ષ બાદ બની રહ્યો છે વિશેષ સંયોગ
ચૌત્ર નવરાત્રિના પહેલા દિવસે દેવી માતાની પૂજા અર્ચના સાથે જ કળશ સ્થાપના પણ કરાય છે. 13 એપ્રિલ મંગળવારે શરૂ થઈ રહેલા નવ સંવત્સરના દિવસે સવારે 2.32 વાગે ગ્રહોના રાજા સૂર્યનું મેષ રાશિમાં ગોચર થશે અને સંવત્સર પ્રતિપદા અને વિષુવત સંક્રાંતિ એક જ દિવસે 13 એપ્રિલના રોજ છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ આ સ્થિતિ લગભગ 90 વર્ષ બાદ બની છે. આ સાથે જ ચૈત્ર નવરાત્રિની શરૂઆત અશ્વિની નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગથી થઈ રહી છે.
નવરાત્રિમાં કેમ કરાય છે કળશ સ્થાપના?
પુરાણોનું માનીએ તો કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શિવ અને મૂળમાં સૃષ્ટિના રચયિતા બ્રહ્માનું સ્થાન ગણવામાં આવ્યું છે. આ બાજુ કળશના મધ્ય સ્થાનમાં માતૃ શક્તિઓનું સ્થાન ગણવામાં આવ્યું છે. એક રીતે કળશ સ્થાપના કરતી વખતે ખાસ કરીને દેવી દેવતાઓનું એક જ જગ્યાએ આહ્વાન કરાય છે. આ જ કારણ છે કે નવરાત્રિમાં દેવી માતાની પૂજા કરતા પહેલા કળશની સ્થાપના કરાય છે અને ઘટ પૂજન થાય છે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
અમૃતસિદ્ધિ યોગ- 13 એપ્રિલ સવારે 05.57 થી બપોરે 02.20 સુધી.
સર્વાર્થસિદ્ધિ યોગ- 13 એપ્રિલ સવારે 05.57થી બપોરે 02.20 મિનિટ સુધી.
અભિજીત મુહૂર્ત- બપોરે 11.56 થી બપોરે 12.47 વાગ્યા સુધી.
અમૃતકાળ- સવારે 06.17થી 08.04 સુધી
કળશ સ્થાપના વિધિ
જ્યાં કળશની સ્થાપના કરવાની હોય તે જગ્યાને બરાબર સારી રીતે સાફ કરીને ગંગા જળથી શુદ્ધ કરો. લાકડીના પાટા લો અને તેના પર લાલ રંગના કપડાં બીછાવી લો. હવે કપડાં પર થોડા ચોખા રાખો અને તેના પર માટીના વાસણમાં જવ વાવી દો. આ વાસણની ઉપર જળથી ભરેલો કળશ રાખો અને તેમાં સ્વસ્તિક બનાવી દો. તેને નાડાછડીથી બાંધી લો. ત્યારબાદ કળશમાં સોપારી, સિક્કો અને ચોખા નાખીને ઉપરથી આંબા કે આસોપાલના પાંદડા નાખો. હવે એક નારિયેળને કળશ ઉપર રાખો. માતા દુર્ગાનું આહ્વાન કરીને દીપ પ્રગટાવો અને કળશની પૂજા કરો.
(નોંધ- આ લેખમાં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતા પર આધારિત છે. ઝી ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે