5 રાશિવાળાઓને શનિની સાડાસાતી અને ઢૈયા ફેરવશે પથારી, કરો આ 4 જ્યોતિષીય ઉપાય

shani sade sati and dhaiya 2024: વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં રહેશે, તેમની રાશિમાં કોઈ પરિવર્તન થવાનું નથી. પરંતુ શનિની સાડાસાતી અને ઢૈયા 5 રાશિના લોકોને પરેશાન કરી શકે છે. ચાલો જાણીએ કે તેનાથી બચવા માટે કયા જ્યોતિષીય ઉપાયો કરી શકાય છે.

5 રાશિવાળાઓને શનિની સાડાસાતી અને ઢૈયા ફેરવશે પથારી, કરો આ 4 જ્યોતિષીય ઉપાય

નવી દિલ્લીઃ નવું વર્ષ 2024 આવવાનું છે. નવા વર્ષમાં શનિદેવ કુંભ રાશિમાં રહેશે, તેમની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. વર્ષ 2023 માં શનિદેવ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં ગૌચર કર્યું છે, ત્યારબાદ તેઓ માર્ચ 2025 સુધી આ રાશિમાં જ રહેશે. શનિદેવ 29 માર્ચ, 2025 ના રોજ રાત્રે 11:01 કલાકે કુંભથી મીન રાશિમાં ગૌચર કરશે. તે સમયે જ તેમની રાશિ બદલાશે. પરંતુ વર્ષ 2024માં શનિની સાડાસાતી અને ઢૈયા 5 રાશિના લોકોને પરેશાન કરી શકે છે. 

નવા વર્ષમાં શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં રહેશે. આ કારણે મકર, કુંભ અને મીન રાશિના લોકો પર શનિની સાડા સાતીનો પ્રભાવ રહેશે. મકર રાશિ પર સાડા સાતીનો ત્રીજો તબક્કો, કુંભ રાશિ પર બીજો તબક્કો અને મીન રાશિ પર સાડા સાતીનો પ્રથમ તબક્કો હશે. તમારે જાણવું જોઈએ કે શનિની સાડા સાતી સાડા સાત વર્ષ સુધી રહે છે.

નવા વર્ષ 2024માં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયાની અસર જોવા મળશે. નવા વર્ષમાં પણ શનિદેવ તમારો સાથ નહિ છોડે. નવા વર્ષમાં તમારે ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ. શનિની ઢૈયા અઢી વર્ષ સુધી ચાલે છે.

જે લોકો શનિની સાડે સાતી કે ઢૈયાના પ્રભાવમાં હોય તેમણે વાહન સાવધાનીથી ચલાવવું જોઈએ. જૂઠ, કપટ, છેતરપિંડી, ચોરી, દારૂ, જુગાર, વ્યભિચાર વગેરેથી દૂર રહેવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર શુભ કે ખરાબ ફળ આપે છે.

શનિની સાડાસાતી અને ઢૈયાથી બચવાના 4 ઉપાય-
1. જો તમે સાડાસાતી કે ઢૈયાના પ્રભાવમાં છો તો તમારે દર શનિવારે વ્રત રાખવું જોઈએ અને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ. શનિદેવની કૃપાથી સાડાસાતી અને ઢૈયાની અશુભ અસર ઓછી થશે. તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે.

2. શનિદેવની કૃપા મેળવવા માટે શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાડાસતી અને ઢૈયાથી પ્રભાવિત રાશિના લોકો દરરોજ આ સ્તોત્રનો પાઠ કરી શકે છે. જો તમે દરરોજ નથી કરી શકતા તો શનિવારે કરો. શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી પહેલા રાજા દશરથે શનિ સ્તોત્રનો પાઠ કર્યો હતો.

3. સાડાસાતી અને ઢૈયાના અશુભ પ્રભાવથી બચવા માટે શનિવારે શનિ મંદિરમાં જઈને છાયાનું દાન કરો. આ માટે સ્ટીલ કે લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરો. પછી તેમાં તમારો પડછાયો જુઓ. તે પછી તે તેલ કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.

4. શનિદેવનું પ્રિય વૃક્ષ શમી છે. શનિવારે શમીના ઝાડની સેવા કરો. તેના મૂળને પાણીથી સિંચો અને તેની નીચે સાંજે સરસવના તેલનો દીવો કરો. તમારે દરરોજ ઓછામાં ઓછા 3 વખત શનિના બીજ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ. જો તમે દરરોજ નથી કરી શકતા તો શનિવારે કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news