Shukra Gochar: શુક્ર અને શનિની યુતિ તૂટતા ગુરુ-શુક્રનું થયું મિલન, આ રાશિના લોકોનું બદલાશે જીવન
Shukra Gochar: બદલાતા સમયની સાથે ગ્રહોની ચાલ પણ બદલાતી રહે છે. જે પ્રમાણે ગ્રહોની ચાલ બદલાય તેની સીધી અસર અલગ અલગ રાશિવાળા લોકો પર થતી હોય છે. જે ગ્રહોની ચાલને આધિન હોય છે.
Trending Photos
Shukra gochar: સમસ્ત સુખના દાતા અને ભોગ-વિલાસ તથા એશ્વર્યના કારક શુક્ર ગ્રહે હાલમાં રાશિ પરિવર્તન કરી લીધું છે. શુક્ર ગ્રહે હાલમાં જ 15 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આવું કરવાથી શુક્ર અને શનિની યુતિ પણ સમાપ્ત થઈ ગઈ છે. સાથે ગુરુની સાથે યુતિ બની છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર ગુરુ-શુક્રની યુતિ સમસ્ત રાશિઓ પર પોતાની અસર કરશે. જાણો કઈ રાશિ પર આ ગોચર શુભ રહેશે.
આ રાશિ માટે શુભ રહેશે શુક્રનું રાશિ પરિવર્તન:
વૃષભ રાશિ:
શુક્રનું ગોચર વૃષભ રાશિના 11મા ભાવમાં થશે. તેનાથી તેમની આવક વધશે અને અત્યાર સુધી અટકેલા તમામ કાર્યો પૂરા થશે. ટૂંક સમયમાં તે કોઈ વાહન પણ ખરીદી શકે છે. તેમના પ્રેમ સંબંધો ઘણા સારા અને રોમેન્ટિક રહેશે.
કર્ક રાશિ:
શુક્રનો ગોચર કર્ક રાશિ માટે અનેક ખુશ ખબરી લઈને આવી રહ્યો છે. આ ગોચર કર્ક રાશિના નવમા ઘરમાં હશે. જેથી પૈસાની તંગી દૂર થશે. નોકરીમાં પણ બદલીના યોગ બની રહ્યા છે. નસીબ દરેક રીતે સાથ આપશે. જો વેપાર કરતા હોય તો વેપારના વિસ્તારનો યોગ બની રહ્યો છે.
કન્યા રાશિ:
કન્યા રાશિના સાતમા ભાવમાં શુક્રનો ગોચર હશે. જેથી પાર્ટનરની સાથે સંબંધ સારા રહેશે. જો તમે પાર્ટનરશીપમાં કામ કરી રહ્યા છો કે જીવનસાથીના નામથી વેપાર કરી રહ્યા છો તો તેમાં જબરદસ્ત નફો થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં પણ વધારો થશે. જોબ કરતાં હોય તો ટૂંક સમયમાં પ્રમોશન મળી શકે છે.
Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ પર આધારિત છે. આ તમામ માહિતીની ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય કરતાં પહેલાં તે સંબંધિત વિષયના એક્સપર્ટની ચોક્કસ સલાહ લો. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે