Turtle Ring: કાચબાની વીંટી પહેરવાના છે અનેક ફાયદા, પરંતુ આ લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઈએ
Benefits Of Turtle Ring: ધાર્મિક શાસ્ત્રો અનુસાર કાચબાની વીંટી પહેરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ કાચબાની વીંટી પહેરે છે, તેના જીવનમાં પૈસા અને અનાજની ક્યારેય કમી થતી નથી. તેની પર હંમેશા મા લક્ષ્મીની કૃપા બની રહે છે.
Trending Photos
Benefits Of Turtle Ring: શાસ્ત્રો અનુસાર કાચબાને વિષ્ણુ અવતાર કછપનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે હિંદુ ધર્મમાં કાચબાને શુભનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાચબાની વીંટી પહેરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કાચબાની વીંટી પહેરે છે, તેનું નસીબ ચમકી જાય છે. ચાલો જાણીએ કાચબાની વીંટી પહેરવાના ફાયદાઓ વિશે.
કાચબાની વીંટી પહેરવાના ફાયદા
કાચબાની વીંટી પહેરવાથી વ્યક્તિ પ્રગતિ કરવા લાગે છે. આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. જે વ્યક્તિ કાચબાની વીંટી પહેરે છે, તેની અંદર આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે તેને દરેક પગલા પર સફળતા મળે છે.
આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV
કાચબાની વીંટી પહેરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
-શુક્રવારે કાચબાની વીંટી પહેરવામાં આવે છે. તેને પહેરતી વખતે સૌથી પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરો. હવે લક્ષ્મીજીના બીજ મંત્રનો 108 વાર જાપ કરો અને તેને ધારણ કરો.
-કાચબાની વીંટી પહેરતી વખતે ધ્યાન રાખો કે કાચબાનો ચહેરો તમારી તરફ હોવો જોઈએ. બીજી તરફ જો કાચબાનું મોં બહાર હોય તો તેનાથી ધનહાનિ થાય છે.
આ ધાતુમાં કાચબાની વીંટી
કાચબાની વીંટી હંમેશા ચાંદીની ધાતુમાં જ બનાવવી જોઈએ. એકવાર પહેર્યા પછી તેને વારંવાર ઉતારવું જોઈએ નહીં.
તેને કઈ આંગળીમાં પહેરવી જોઈએ
કાચબાની વીંટી હંમેશા ડાબા હાથની મધ્ય આંગળી અથવા તર્જની આંગળીમાં પહેરવી જોઈએ.
આ લોકોએ ભૂલથી પણ કાચબાની વીંટી ન પહેરવી જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને કાચબાની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવતી નથી. એવું કહેવાય છે કે આ રાશિ ચિહ્નો જળ તત્વ સાથે સંબંધિત છે અને જો તેઓ કાચબાની વીંટી પહેરે છે, તો તેમને ગ્રહ દોષનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જ્યોતિષની સલાહ લીધા વિના કાચબાની વીંટી ન પહેરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે