Shukra Gochar 2023: 22 જાન્યુઆરીથી આ 5 રાશિવાળાનું ભાગ્ય આળસ મરડી જાગશે, પૈસાની થશે રેલમછેલ, મૂકવા જગ્યા નહીં મળે

Venus Transit Shukra Gochar 2023: વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન- વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને રોમાન્સનો કારક ગણવામાં આવે છે. 22 જાન્યુઆરીના રોજ શુક્ર ગોચર કરીને પોતાના મિત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શુક્રના આ રાશિ પરિવર્તનથી 5 રાશિવાળાને જબરદસ્ત ફાયદો થાય તેવા યોગ છે.

Shukra Gochar 2023: 22 જાન્યુઆરીથી આ 5 રાશિવાળાનું ભાગ્ય આળસ મરડી જાગશે, પૈસાની થશે રેલમછેલ, મૂકવા જગ્યા નહીં મળે

Venus Transit 2023: વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન- વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને રોમાન્સનો કારક ગણવામાં આવે છે. 22 જાન્યુઆરીના રોજ શુક્ર ગોચર કરીને પોતાના મિત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શુક્રના આ રાશિ પરિવર્તનથી 5 રાશિવાળાને જબરદસ્ત ફાયદો થાય તેવા યોગ છે. જાણો શુક્ર કઈ રાશિના જાતકો પર મહેરબાન થવા જઈ રહ્યો છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને આ શુક્ર ગોચર આ જાતકોને વર્ક પ્લેસ પર ખુબ જ લાભ કરાવશે. તેમને મોટું પ્રમોશન મળી શકે છે. લીડરશીપની ભૂમિકામાં આવશે. કોઈ મિત્રની મદદથી લાભ થશે. તમારા ઘરમાં કોઈ માંગલિક આયોજન થશે. સંપત્તિ-ગાડી સંબંધિત લાભ થશે. 

મિથુન રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મિથુન રાશિવાળાને ભાગ્યનો ભરપૂર સાથે અપાવશે. તમારા જે કામ અત્યાર સુધી અટકી પડેલા હતા તે હવે ઝડપથી આગળ વધશે અને નિકાલ પણ આવશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ગ્લેમર અને વાણીના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો લાભ મેળવશે. પ્રભાવ અને સન્માન વધશે. સિંગલ મહિલાઓને પાર્ટનર મળશે. 

સિંહ રાશિ
સિંહ રાશિવાળાને શુક્રનું ગોચર મોટો ફાયદો કરાવશે. પાર્ટનરશીપના કામોમાં લાભ મળશે. ફેમિલી લાઈફ સારી રહેશે. પત્નીની મદદથી મોટો લાભ થઈ શકે છે. તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. પાર્ટનર સાથે બહાર ફરવા જઈ શકો છો. 

તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે. આથી શુક્ર ગોચર તુલા રાશિવાળા માટે શુભ ફળ આપશે. આ જાતકોની લવ લાઈફ સારી થશે. જે લોકો કળા, સિનેમા, મીડિયા ફિલ્ડમાં છે તેમને શુક્રનું ગોચર મોટું પદ, લાભ અપાવી શકે છે. મોટી નોકરીની ઓફર આવી શકે છે. વેપારમાં પણ વધારો થશે. 

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન મોટો લાભ કરાવશે. પરાક્રમ વધશે. કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો અને તેમાં મોટી સફળતા પણ મળશે. વર્ક પ્લેસ પર તમને સન્માન મળશે. વેપારમાં ફાયદો થશે. મહિલા જાતકોની લવ લાઈફ ખુબ સારી રહેશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news