IPL 2023: મેન ઓફ ધ મેચનો એવોર્ડ કોને મળશે, શું તમે જાણો છો તે કોણ નક્કી કરે છે?

MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સના મુકાબલામાં સદી ફટકારનાર સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. પરંતુ તેનો ઘણા લોકો વિરોધ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે રાશિદ ખાન આ એવોર્ડનો હકદાર હતો. શું તમને ખબર છે કે એવોર્ડ વિજેતાનો નિર્ણય કોણ કરે છે?

IPL 2023: મેન ઓફ ધ મેચનો એવોર્ડ કોને મળશે, શું તમે જાણો છો તે કોણ નક્કી કરે છે?

મુંબઈઃ સૂર્ય કુમાર યાદવ (Suryakumar Yadav) ને મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ (MI vs GT)વચ્ચે રમાયેલી આઈપીએલ 2023 (IPL 2023) ના મુકાબલામાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 49 બોલમાં સૂર્યાએ 103 રનની તોફાની ઈનિંગ રમી હતી. પરંતુ ત્યારબાદ વિવાદ થઈ ગયો. સોશિયલ મીડિયા પર એક જૂથનું કહેવું હતું કે આ એવોર્ડ રાશિદ ખાનને મળવો જોઈએ. ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ 4 વિકેટ લેવાની સાથે 32 બોલ પર અણનમ 79 રન ફટકાર્યા હતા. તેની ટીમ ભલે મેચ 27 રનથી હારી હોય પરંતુ રાશિદના પ્રદર્શનની દરેક લોકોએ પ્રશંસા કરી હતી. 

કોણ નક્કી કરે છે મેન ઓફ ધ મેચ?
સૂર્યકુમાર યાદવની જગ્યાએ રાશિદ ખાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવાની માંગ કરનારા લોકોની સંખ્યા વધુ છે. તેમાં એક નામ ભારતીય ટીમના પૂર્વ બેટર એસ બદ્રીનાતનું પણ છે. તેણે ટ્વિટર પર લખ્યુ- રાશિદ ખાન મારા માટે મેન ઓફ ધ મેચ છે. આ સીઝનમાં ઘણીવાર હારનારી ટીમના ખેલાડીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળી ચુક્યો છે. 

— S.Badrinath (@s_badrinath) May 12, 2023

પરંતુ સૌથી મોટો સવાલ છે કે પ્લેયર ઓફ ધ મેચનો કોને મળશે, તેનો નિર્ણય કોણ કરે છે? ક્રિકેટ એક્સપર્ટ અને પૂર્વ ભારતીય ઓપનિંગ બેટર આકાશ ચોપડાએ તેનો ખુલાસો કર્યો છે. આકાશ ચોપડા અનુસાર ેક વ્યક્તિ આ એવોર્ડના વિજેતાને પસંદ કરે છે. તે ઈંગ્લિશ કોમેન્ટ્રી ટીમનો હોય છે. એટલે કે દરેક મેચ માટે એક અંગ્રેજીનો કોમેન્ટ્રેટર નોમિનેટ કરવામાં આવે છે. મેચ બાદ તે નિર્ણય કરે છે કે મેન ઓફ ધ મેચ કોણ હશે. 

— Aakash Chopra (@cricketaakash) May 13, 2023

રાશિદ ખાને હારનું અંતર ઘટાડ્યું
રાશિદ ખાનની ઈનિંગ ભલે ગુજરાત ટાઈટન્સને જીત ન અપાવી શકી પરંતુ તેણે હારનું અંતર ઘટાડ્યું હતું. 10 સિક્સની ઈનિંગની મદદથી તેણે ગુજરાતના સ્કોરને મુંબઈના સ્કોરની નજીક પહોંચાડ્યો હતો. આ કારણે હાર બાદ પણ ટીમના નેટ રનરેટ પર ખરાબ અસર પડી નહીં. તો સૂર્યકુમાર યાદવની આ પ્રથમ આઈપીએલ સદી હતી. તેની  ઈનિંગની મદદથી મુંબઈની ટીમ 200 રન પાર કરવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news