કોહલીએ કેપ્ટનશિપ છોડતાં અનુષ્કાનું દુભાયું દિલ, બધાને ઇમોશનલ કરી દેશે આ પોસ્ટ

વિરાટ કોહલી (Virat Kohli) એ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ બધા ચોંકી ગયા છે. ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ આ તેજસ્વી ખેલાડીને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

કોહલીએ કેપ્ટનશિપ છોડતાં અનુષ્કાનું દુભાયું દિલ, બધાને ઇમોશનલ કરી દેશે આ પોસ્ટ

નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli) એ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ બધા ચોંકી ગયા છે. ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ આ તેજસ્વી ખેલાડીને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. બીજી તરફ તેમની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તેના વિશે એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

જ્યારે અનુષ્કા, વિરાટ અને ધોનીએ કરી ચેટ
મને વર્ષ 2014નો તે દિવસ યાદ છે જ્યારે તમે મને કહ્યું હતું કે તમને કેપ્ટન બનાવવામાં આવ્યા છે કારણ કે એમએસ ધોની (MS Dhoni)એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. મને યાદ છે એમએસ, તમે અને હું તે દિવસે પછીથી ચેટ કરી રહ્યા હતા અને તમારી દાઢી કેટલી ઝડપથી ગ્રે થવા લાગશે. આપણ બધાને તેના પર ખૂબ હસુ આવ્યું, તે દિવસથી, મેં તમારી દાઢી ગ્રે થવા ઉપરાંત બીજું ઘણું બધુ જોયું છે. મેં તમને આગળ વધતા જોયા છે. તમારી આસપાસ અને અંદર ઘણી સફળતાઓ જોઈને, અને હા, ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તમારામાં વિકાસ અને તમારા નેતૃત્વમાં ટીમની શું ઉપલબ્ધિઓ છે, તેના પર મને ખૂબ ગર્વ છે. પરંતુ તમે તમારી અંદર જે સફળતા મેળવી છે તેના પર મને વધુ ગર્વ છે.

તમે ઉદાહરણ પુરૂ પાડ્યું: અનુષ્કા
2014માં આપણે ઘણા નાના હતા. એમ વિચારીને કે માત્ર સારા ઇરાદાઓ, સકારાત્મક ડ્રાઇવ અને હેતુઓ જ તમને જીવનમાં આગળ લઈ જઈ શકે છે. તે નિશ્વિતરૂપથી કરે છે, પરંતુ પડકારો વિના નહીં. તેમાંથી ઘણા પડકારો જેનો તમે સામનો કર્યો, તે હંમેશા મેદાન પર ન હતી. પરંતુ પછી, એ જ તો જીવન છે, ને? આ તે જગ્યા પર તમારું પરીક્ષણ કરે છે કે જ્યાં તમે તેની ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો પરંતુ જ્યાં તમને તેની સૌથી જરૂર છે. મને તમારા પર ખૂબ ગર્વ છે કે તમે તમારા સારા ઇરાદાના આડે કંઈપણ આવવા દીધું નથી. તમે દાખલો બેસાડ્યો અને તમારી ઉર્જાથી મેદાન પર જીત મેળવી. થોડી હાર પછી તારી આંખોમાં આંસુ પણ જોયા, જ્યારે હું તારી સાથે બેસી હતી, જ્યારે તમે એમ વિચારતા હતા કે શું હજુ કંઇક બીજું છે જે તમે કરી શક્યા હોત. આ તમે છો અને આ જ તમરા બધા પાસે અપેક્ષા રાખે છે. 

"દીકરી વામિકા વિશે કહી મહત્વની વાત"
તમે બિનપરંપરાગત અને સીધા-સાદા છો. ઢોંગ તમારો દુશ્મન છે અને તે જ તમને મારી નજરમાં અને તમારા ફેન્સની નજરમાં મહાન બનાવે છે. કારણ કે આ બધાની પાછળ હંમેશા તમારા પાક ઇરાદા હતા. અને દરેક જણ તેને ખરેખર સમજી શકશે નહીં. જેમ કે મેં કહ્યું કે ખરેખર ધન્ય છે તે લોકો કે જેમણે તમને જાણવાનો પ્રયાસ કર્યો. તમે પૂર્ણ નથી અને તમારામાં ખામીઓ છે પણ પછી તમે તેમને છુપાવવાનો પ્રયાસ ક્યારે કર્યો? તમે જે કર્યું તે યોગ્ય કામ કરવા માટે ઊભા રહેવાનું હતું, સૌથી મુશ્કેલ વસ્તુ, હંમેશા! તમે લાલચ સાથે કંઇપણ મુક્યું નથી, આ પદ પણ નહી અને હું જાણું છું. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને એટલી ચુસ્તપણે પકડી રાખે છે ત્યારે તે પોતાની જાતને મર્યાદિત કરે છે અને તમારી સફળતાની કોઈ સીમા નથી. આપણી દીકરી આ 7 વર્ષનો પાઠ તેના પિતામાં જોશે. તમે સરસ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news