ASHES: ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડે સિરીઝમાં કરી બરાબરી, મેચના એક્સ ફેક્ટર રહ્યા આ ખેલાડી
ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી
Trending Photos
લંડન: ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી. કેમ કે, ગત સીરીઝ તેમણે જ જીતી હતી. ઇગ્લેન્ડની પાંચમી ટેસ્ટમાં વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાનાને ધી ઓવલ મેદાન પર રમાયેલી મેચના ચોથા દિવસ રવિવારે ઓસ્ટ્રેલિયાને 135 રનથી હરાવ્યું હતું. સ્ટુઅર્ટ બ્રોડ અને જેક લીચની ચાર-ચાર વિકેટોના કારણે ઇગ્લેન્ડે આ મેચ જીતવામાં સફળ રહી છે. આ જીત બાદ ઇગ્લેન્ડની ટીમ પાંચ મેટની એશિઝ સિરીઝ 2-2થી ડ્રો કરવામાં સફળ રહ્યાં છે.
બંને ટીમોએ મેળવ્યા સરખા પોઇન્ટ
સિરીઝ ડ્રો થવાના કરાણે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશીપ માટે 56-56 પોઇન્ટ મળ્યા હતા. 5 મેચની એશિઝ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલીયાએ 251 રનથી જીત મેળવી હતી. જ્યારે બીજી મેચ ડ્રો કરી હતી. ત્યારબાદ ત્રીજી મેચમાં મેજબાન ઇગ્લેન્ડે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલીયા ફરી ચોથી મેચમાં 185 રનથી જીત મેળવી સિરીઝમાં 2-1થી આગળ હતી. પરંતુ ઇગ્લેન્ડે પાંચમી અને અંતિમ મેચમાં1 35 રનથી જીત મેળવી સિરીઝ 2-2થી ડ્રો કરી હતી.
મેથ્યૂ વેડની સેન્ચ્યૂરી ગઇ બેકાર
ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં 294 રન બનાવ્યા હતા. જ્યારે તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમને 225 રન પર ઓલ આઉટ કરી 69 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે તેની બીજી મેચમાં 329 રનનો સ્કોર બનવ્યો હતો અને ઓસ્ટ્રેલીયાની સામે મેચ જીતવા માટે 399 રનનો વિશાળ સ્કોર મુક્યો હતો. ટાર્ગેટનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલીયાની ટીમ 77 ઓવરમાં 236 રનન પર ઓલ આઉટ થઇ ગઇ હતી અને 135 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલીયા માટે મેથ્યૂ વેડે 166 બોલમાં 17 ફોર અને એક સિક્સની મદદથી 117 રન બનાવ્યા હતા. તેણે તેના કરિયરની આ ચોથી અને આ સિરીઝની બીજી સદી ફટકારી હતી. વેડની સદી પણ ઓસ્ટ્રેલીયાની હાર રોકી શકી નહીં.
સ્ટીવ સ્મિથ ઓછા રન બનાવીને પણ રહ્યો બીજા નંબર પર
વેડ ઉપરાંત સ્ટીવ સ્મિથ 23 રન બનાવી બીજા સર્વોચ્ચ સ્કોરર રહ્યાં. ઇગ્લેન્ડ પાસેથી મળેલા 399 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલીયાની ટીમે ટી બ્રેક બાદ 5 વિકેટ પર 167 રનથી મેચ આગળ વધારી હતી. ટી બ્રેક બાદ વેડે 60 અને કેપ્ટન ટિમ પેને તેની ઇનિંગ્સમાં 10 રનથી મેચને આગળ વધારી હતી. ઓસ્ટ્રેલીયાની છઠ્ઠી વિકેટ 200 રનના સ્કોર પર પેનના રૂપમાં મળી હતી. પેને 34 બોલ પર 4 ફોરની મદદથી 21 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો:- Pro Kabaddi: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો દબંગ દિલ્હી સામે ભારે રસાકસી બાદ 34-30થી પરાજય
આ રીતે મળી ઓસ્ટ્રેલીયાની છેલ્લી વેકેટ
ત્યારબાદ મેહમાન ટીમે 244 રનના સ્કોર પર સાતમી વિકેટ તરીકે પેટ કમિન્સને (9) ગુમાવ્યો. વેડને આઠમી વિકેટ તરીકે 260 રનના સ્કોર પર ગુમાવ્યો. કાંગારુઓએએ ફરીથી નાથન લિયોન (1) નવમી અને જોશ હેઝલવુડ (0)ને તેની 10મી વિકેટ તરીકે 263 રનના સ્કોર પર ગુમાવ્યો હતો. પીટર સિડલ 18 બોલમાં બે ચોગ્ગાની મદદથી 13 રને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત માર્કસ હેરિસે 9, ડેવિડ વોર્નરે 11, માર્નસ લબુશેને 14 અને મિશેલ માર્શે 24 રન બનાવ્યા હતા.
સ્મિથ સ્ટોક્સ પ્લેયર ઓફ ધ સિરીઝ
ઇંગ્લેન્ડ માટે બ્રાડ અને લીચની 4-4 વિકેટ ઉપરાંત કેપ્ટન જોએ રૂટે બે વિકેટ લઇને ઓસ્ટ્રેલીયાને ઓલ આઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મેચની પહેલી ઇનિંગ્સમાં ઠ વિકેટ લેનાર ઇગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફરા આર્ચર મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાના સ્ટીવ સ્મિથ અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને સંયુક્ત રીતથી પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. સ્ટોક્સે સિરીઝની 10 ઇનિંગ્સમાં 441 રન બનાવ્યા ઉપરાંત 8 વિકેટ પણ લીધી હતી. જ્યારે સ્મિથે 7 ઇનિંગ્સમાં 774 રન બનાવ્યા હતા.
(ઇનપુટ આઇએએનએસ)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે