Asia Cup: એશિયા કપમાં ગુજરાતીઓનો દબદબો; 17માંથી આ 4 ખેલાડીઓનો કરાયો સમાવેશ, વાઈસ કેપ્ટન પણ ગુજરાતી
ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. બીસીસીઆઈમાં અમિત શાહના દીકરા જય શાહે પદભાર સંભાળ્યા બાદ ગુજરાતીઓનું ક્રિકેટ ટીમમાં મહત્વ વધ્યું છે. આજે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે.
Trending Photos
ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. બીસીસીઆઈમાં અમિત શાહના દીકરા જય શાહે પદભાર સંભાળ્યા બાદ ગુજરાતીઓનું ક્રિકેટ ટીમમાં મહત્વ વધ્યું છે. આજે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે. વાઈસ કેપ્ટનનું પદ પણ ગુજરાતીના ફાળે ગયું છે. જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વચ્ચે વાઈસ કેપ્ટન માટે રસાકસી હતી પણ હાર્દિકે મેદાન માર્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજુ સેમસનને ટીમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ તેમને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કે એલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે.
જો જોવામાં આવે તો BCCIની યાદી અનુસાર, આઠ બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન અને તિલક વર્માને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઈશાન અને કેએલ રાહુલમાંથી કોઈ એક વિકેટકીપિંગ કરે તેવી શક્યતા છે.
ટીમમાં આ ત્રણ ઓલરાઉન્ડર છે
એશિયા કપમાં વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાની ભૂમિકા ઘણી મહત્વની રહેવાની છે. હાર્દિક બેટથી શાનદાર રમત બતાવવા માંગશે, જ્યારે બોલિંગમાં પણ ભારતીય ચાહકો આ સ્ટાર ખેલાડી પાસેથી મજબૂત રમતની અપેક્ષા રાખશે. રવિન્દ્ર જાડેજાની સાથે અક્ષર પટેલને પણ ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બોલની સાથે અક્ષરે બેટથી પણ અનેક પ્રસંગોએ પોતાની ક્ષમતા સાબિત કરી છે.
પાંચ ઝડપી બોલર અને એક સ્પિનર
ફાસ્ટ બોલિંગ યુનિટમાં પાંચ નિષ્ણાત ઝડપી બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. જ્યારે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ લીધા બાદ એશિયા કપમાં મહત્વની ભૂમિકા ભજવશે. તે જ સમયે, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તક મળી છે. ચાઈનામેન કુલદીપ યાદવ નિષ્ણાત સ્પિનરો તરીકે ટીમનો ભાગ છે.
એશિયા કપમાં ફાઈનલ સહિત કુલ 13 મેચ છે. તેમાંથી 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધીનો પ્રવાસ કરશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપની દૃષ્ટિએ આટલી બધી મેચ રમવી ટીમ માટે સારું રહેશે.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સીઝન આવી છે, જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઈટલ જીત્યું છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન માત્ર બે વાર (2000, 2012) ટાઇટલ જીતી શક્યું.
એશિયા કપ શેડ્યૂલ:
30 ઓગસ્ટ: પાકિસ્તાન વિ નેપાળ - મુલતાન
31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી
2 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી
3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન - લાહોર
4 સપ્ટેમ્બર: ભારત વિ નેપાળ - કેન્ડી
5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ અફઘાનિસ્તાન - લાહોર
6 સપ્ટેમ્બર: A1 Vs B2 - લાહોર
9 સપ્ટેમ્બર: B1 vs B2 - કોલંબો (શ્રીલંકા vs બાંગ્લાદેશ હોઈ શકે છે)
10 સપ્ટેમ્બર: A1 vs A2 - કોલંબો (ભારત vsપાકિસ્તાન હોઈ શકે છે)
12 સપ્ટેમ્બર: A2 vs B1 - કોલંબો
14 સપ્ટેમ્બર: A1 vs B1 - કોલંબો
15 સપ્ટેમ્બર: A2 vs B2 - કોલંબો
સપ્ટેમ્બર 17: ફાઈનલ - કોલંબો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે